નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે. ચૂંટણી 3 તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 71 સીટ માટે, બીજા તબક્કામાં 94 સીટ માટે જ્યારે ત્રિજા તબક્કામાં 78 સીટ માટે મતદાન યોજવામાં આવશે. 10 નવેમ્બરના રોજ આ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
કોરોના મહામારી વચ્ચે 3 ત્રણ તબક્કામાં બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મતદાનનો પહેલો તબક્કો 28 ઓક્ટોબરના રોજ, બીજો તબક્કો 7 નવેમ્બરના રોજ જ્યારે ત્રિજો તબક્કો 7 નવેમ્બરના રોજ યોજાશે. આ મતદાન બાદ 10 નવેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવશે.
પહેલો તબક્કો - 28 ઓક્ટોબર
- વિધાનસભા સીટની સંખ્યા - 71
- ચૂંટણીનું જાહેરનામું - 1
- ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ - 8 ઓક્ટોબર
બીજો તબક્કો - 3 નવેમ્બર
- વિધાનસભા સીટની સંખ્યા - 94
- ચૂંટણીનું જાહેરનામુ - 9
- ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ - 18 ઓક્ટોબર
ત્રીજો તબક્કો - 7 નવેમ્બર
- વિધાનસભા સીટની સંખ્યા - 78
- ચૂંટણીનું જાહેરનામુ - 13
- ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ - 20 ઓક્ટોબર
10 નવેમ્બર - ચૂંટણી પરિણામ
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન ચૂંટણીપંચે રાજનૈતિક પાર્ટીઓને આપેલી નિર્દેશનોની સમીક્ષા કરી હતી. આ અંતર્ગત ઈલેક્શન કમિશને ગાઇડલાઇન જાહેર કરી છે.
ચૂંટણીપંચની ગાઈડલાઇન્સ
- કોઈ પણ સંજોગોમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે
- ધાર્મિક સ્થળો સહિત મોટા જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે
- ગીચ સ્થળોએ થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઇઝેશન ફરજિયાત રહેશે
- બૂથ દીઠ મતદારોની સંખ્યા ઓછી કરવામાં આવશે
- સામાજિક અંતર જાળવવા બૂથની બહાર માર્કિંગ કરવામાં આવશે
- બિહારની ચૂંટણી માટે ચૂંટણી પંચે દરેક બૂથ પર મતદારોની સંખ્યા નક્કી કરેલી છે
- ચૂંટણી અધિકારીને તમામ જરૂરી સામાન PPE કીટ સાથે આપવામાં આવશે
- બટન દબાવવા માટે ટૂથ પીકન કે ગ્લોવ્સનો ઉપયોગ કરવાનો રહેશે
- 7 લાખથી વધુ હેન્ડ સેનિટાઇઝર્સના એકમો અને 46 લાખ માસ્ક અને 6 લાખ PPE કીટ ઉપલબ્ધ કરવામાં આવશે
- 7.6 લાખ યુનિટ ફેસ શિલ્ડ ઉપલબ્ધ કરવામાં આવશે
- 23 લાખ ગ્લોવ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- 1.89 લાખ બેલેટ યુનિટ EVMનો ઉપયોગ કરવામાં આવશે
- ઉમેદવારો ઓનલાઈન ઉમેદવારી નોંધાવી શકશે
- ઉમેદવારી નોંધાવતા સમયે બેથી વધુ વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ
- 5 કરતા વધુ લોકો ઘરે જઈને પ્રચાર કરી શકશે નહીં
- પ્રચાર દરમિયાન સામાજિક અંતર જાળવી રાખવું ફરજિયાત રહેશે
- મતદાનના છેલ્લા કલાકમાં કોરોના દર્દીઓ મતદાન કરી શકશે
- ચૂંટણી પ્રચાર માત્ર વર્ચુઅલ રહેશે
- તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે