ગૃહ મંત્રાલય દ્વારા મળતી માહિતી અનુસાર, CAPFની વધુ 100 કંપનીઓ સેના માટે તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં CRPFની 45, BSFની 35, સશસ્ત્ર સીમા બળની 10 અને ભારતીય તિબ્બત સીમા માટે 10 ટુકડીઓ તૈયાર કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશમાં તણાવનો માહોલ ફેલાયો છે. આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સંપુર્ણ દેશ હાલ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. સાથે જ PM મોદીએ પાકિસ્તાન સાથે હિસાબ બરાબર કરવાની ચેતવણી પણ આપી છે.
સોમવારે સંવિધાનની ધારા 33A પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થવુ સંભવિત છે. આ પહેલા સરકારે અલગાવવાદિ નેતાઓ વિરુદ્દ મોટી કાર્યવાહી હાથ ઘરી હતી અને 150 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. જે બાદ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વધારે બગડતી જણાઇ રહી છે. આથી સરકારે સ્થાનિક પ્રશાસનને પ્રાથમિક વસ્તુઓના જથ્થાને સંગ્રહ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે પ્રશાસનને કહ્યું છે કે, જરૂરી દવા અને ખાવા-પીવાની વસ્તુઓનો સ્ટોક લોકો પોતાના ઘરમાં જમા કરી લે.
મહેબુબાએ નારાજગી દર્શાવી
સરકારે અનુચ્છેદ 35 A પર સુનાવણી કરતા પહેલા યાસીન મલિક સહિત ઘણા અલગાવવાદી નેતાઓની ધરપકડ કરી છે. જો કે, પોલીસે તેને નિયમિત પ્રક્રિયા કરાર આપતા કહ્યુ કે ઘણા નેતાઓ અને સંભવિત પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ વિરુદ્ધ જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તીએ નારાજગી દાખવી છે.
મહેબુબાએ ટ્વીટ કર્યુ છે કે, "પાછલા 24 કલાકમાં હુરિયત નેતા અને જમાત સંગઠનના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. આવી કાર્યવાહી મને ખ્યાલ નથી આવી રહી, કયા કાયદાને અંતર્ગત તેમની ધરપકડ યોગ્ય ગણી શકાય? તમે કોઇ વ્યકિતની ધરપકડ કરી શકો છો તેના વિચારોની નહી"
મીરવાઇઝે કહ્યુ- આનાથી સ્થિતિ વધુ ખરાબ થશે
યાસિન મલીકની ધરપકડ થયા બાદ મીરવાઇઝે નારાજગી દાખવી છે અને કહ્યુ છે કે આના કારણે સ્થિતી વધુ બગડી શકે છે. તેણે ટ્વીટ કરતા લખ્યુ છે કે, જમાત-એ-ઇસ્લામી નેતૃત્વ અને તેના કાર્યકર્તાઓ પર રાત્રે થયેલી કાર્યવાહી અને યાસીન મલિકની ધરપકડની હું નિંદા કરુ છુ. બલ પ્રયોગ કરવાથી સ્થિતિ ખરાબ થશે સુધરશે નહી"