મેષ :આપનો આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં પસાર થશે. આની પાછળ ધનખર્ચ પણ થશે. એમ છતાં આકસ્મિક ધનલાભ મળતા આપ આનંદ અનુભવશો. સરકારી કાર્યોમાં સફળતા મળે. વડીલો તેમજ પૂજનીય વ્યક્તિઓને મળવાનું થાય. દૂર રહેવા સંતાનોના શુભ સમાચાર મળશે. પર્યટનની શક્યતા છે. અપરિણિતો માટે લગ્ન યોગ છે.
વૃષભ:નવા કાર્યોનું આયોજન કરવા ઇચ્છતા લોકો માટે અનુકૂળ દિવસ છે. નોકરીમાં વ્યવસાયમાં લાભદાયક પરિણામો મળે. હોદ્દામાં બઢતી મળે, વેપારમાં નવી દિશાઓ ખુલતી જણાય. સરકાર દ્વારા લાભના સમાચાર મળે. માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. અટવાઇ ગયેલાં કાર્યો પૂરા થાય. ગૃહસ્થ જીવનમાં મધુરતા વ્યાપે.
મિથુન:આજે કોઇપણ નવા કાર્યોના શુભારંભ માટે દિવસ અનુકૂળ જણાતો નથી. મન ચિંતા અને વિષાદથી ઘેરાયેલું રહે માટે નિર્ણયો લેવામાં પણ તમે થોડા પાછા પડશો. થોભો અને રાહ જુઓની નીતિ બહેતર રહેશે. શરીરમાં થાક, આળસ અને અશક્તિ વર્તાય જેથી કામ કરવામાં ઉત્સાહ ઘટી શકે છે. ઉદરના રોગથી પીડિત જાતકોએ સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી. નોકરી- ધંધામાં પણ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવાની તૈયારી રાખજો. ઉપરી અધિકારીઓની નારાજગીના ભોગ બનો તે માટે કામમાં ચોક્કસાઈ વધરાવી. વધુ પડતો ધનખર્ચ થાય. સંતાનો સાથે મતભેદ ટાળવાની સલાહ છે. નસીબનો સાથ અપેક્ષા કરતા ઓછો મળે. આજે મહત્ત્વના કામ કે નિર્ણય ન લેવા. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું.
કર્ક:ક્રોધ અને નકારાત્મક વિચારો આપની માનસિક સ્વસ્થતા હરી લેશે, જેથી આજે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ખાન-પાન પર ધ્યાન નહીં રાખો તો આરોગ્ય બગડવાની શક્યતા વધી શકે છે. કુટુંબમાં દરેકની સાથે સૌમ્ય વર્તન રાખવું. ખર્ચમાં વધારો થવાથી આર્થિક તંગી અનુભવાશે. નવા સંબંધો ઉપાધિકારક બનશે. નવા કામની શરૂઆત ન કરવાની સલાહ છે.
સિંહ:આજના દિવસે આપ મનોરંજન તેમજ હરવાફરવામાં સમય પસાર કરશો. એમ છતાં સાંસારિક બાબતો વિશે આપનું વલણ થોડું ઉદાસીન રહેશે. જીવનસાથીનું આરોગ્ય બગડે તેવી સંભાવના છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું પડે. જાહેરજીવન તથા સામાજિક જીવનમાં ઓછી સફળતા મળે.
કન્યા:શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જળવાશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેતાં પ્રસન્નતા અનુભવાય આર્થિક લાભ અને કામમાં સફળતા મળે. માંદગીમાં રાહત જણાય. નોકરીમાં લાભ મળે. હાથ નીચેના કર્મચારીઓનો તથા સહકાર્યકરોનો સહકાર મળે. હીરફો પર વિજય મેળવી શકશો.
તુલા:આજે આપ કલ્પના અને સર્જનશક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો. સંતાનોની પ્રગતિ થાય. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહે. તન મનથી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. વધુ પડતા વિચારોથી મન વિચલિત બનો. આજે કોઇ સાથે બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં ભાગ લેવાનો પ્રસંગ આવે, પરંતુ તેમાં ઉંડા ન ઉતરવાની સલાહ છે.
વૃશ્ચિક:આપને આજનો દિવસ શક્ય હોય એટલો શાંત ચિત્તે પસાર કરવાની સલાહ આપવામાં આવે છે. આજે આપના મનમાં વૈચારિક ગડમથલ અને બિનજરૂરી ચિંતાઓનું પ્રભૂત્ત્વ વધી શકે છે. આપ્તજનો સાથે કોઈપણ વાતચીત અથવા વર્તનમાં સૌમ્ય રહેવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની સલાહ છે. ધન અને કીર્તિને સાચવવા માટે પણ પ્રયાસો વધારવા પડશે. સ્ત્રી પાત્રો અથવા પાણીથી સાચવવું. જાહેરમાં અપમાન થાય તેવા કોઈપણ કાર્ય કે વર્તનથી દૂર રહેવાની સલાહ છે. માલ મિલકતના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી.
ધન:ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને આધ્યાત્મ તરફ આપનું વિશેષ આકર્ષણ રહે. નવા કામની શરૂઆત માટે શુભ સમય છે. મિત્રો અને સગાં સ્નેહીઓના આગમનથી ઘરમાં પ્રસન્નતા રહે. હાથમાં લીધેલું કાર્ય સફળતાથી પૂર્ણ થાય. ટૂંકો પ્રવાસ થાય. ધનલાભના યોગ છે. નાના ભાઇ- બહેનો સાથે સુમેળ રહે. માન પ્રતિષ્ઠામાં વધારો થાય. પ્રિયપાત્ર સાથે મુલાકાત સંભવિત બને.
મકર:ન બોલ્યામાં નવ ગુણ એ કહેવતની યથાર્થતાને સમજીને આપજે વાણી પર સંયમ રાખશો તો ઘણા અનર્થ થતાં અટકી જશે. પરિવારજનો સાથે મનદુ:ખ ન થાય તે માટે દરેક બાબતોમાં સ્પષ્ટતા રાખવી અને તેમની સાથે વર્તનમાં વિનમ્ર રહેવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધારે મહેનત કરવી પડે. નકારાત્મક વિચારો પર સ્વસ્થતાથી કાબૂ રાખવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્ય મધ્યમ રહે. જમણી આંખમાં તકલીફ થવાની સંભાવના છે.
કુંભ:આજે આપ શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. નાણાકીય દૃષ્ટિએ આપનો દિવસ લાભદાયી નીવડશે. કુટુંબીજનો અને મિત્રવર્તુળ સાથે મિષ્ટ ભોજનનો આસ્વાદ માણશો. તેમની સાથે બહાર ફરવા જવાનું આયોજન થાય. આજે આપની ચિંતનશક્તિ અને આધ્યાત્મશક્તિ સારી રહે. મિત્રો અને સ્વજનો તરફથી ઉપહાર મળે. નકારાત્મક વિચારોને હાંકી કાઢવાની સલાહ આપવામાં આવે છે. દાંપત્ય સુખને સારી રીતે માણી શકશો.
મીન:આજે આપને ટૂંકાગાળાના લાભની લાલચમાં ન ફસાવાની ચેતવણી આપવામાં આવે છે. આર્થિક બાબતમાં ખુબ જ સંભાળપૂર્વકનું પગલું લેવું. રોકાણકારોએ પણ મૂડી રોકાણ સાચવીને કરવું. અગત્યના કાગળો પર સહી-સિક્કા કરતા પહેલા ધ્યાન રાખવું. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. કોર્ટ-કચેરીના મામલામાં સંભાળીને કામ કરવું. આપના મનની એકાગ્રતા ઓછી રહેશે. સ્વાસ્થ્યની પણ વધુ કાળજી લેવાની સલાહ છે. સ્વજનો સાથે મતભેદ ટાળી સૌહાર્દ વધારજો.