ઉદયપુરના પ્રવાસ દરમિયાન રાજસ્થાનના CM જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં દારૂબંધી શક્ય નથી. તેનું કારણ આપતા ગેહલોતે જણાવ્યુ હતું કે, આઝાદી પછીથી ગુજરાતમાં શરાબ પર પ્રતિબંધ છે. છતાં પણ ગુજરાતમાં સૌથી વધુ દારુનું વેચાણ થાય છે. ઘરે ઘરે દારુ વેચાય છે. ગાંધીના ગુજરાતમાં સૌથી વધુ દારુ પીવાય છે. દારુ પર પ્રતિબંધ લગાવવાથી રાજસ્થાનમાં પણ આ સ્થિતિ પેદા થઈ શકે છે. જો કે, ગેહલોતે ઉમેર્યુ હતું કે, તેઓ વ્યક્તિગત રીતે દારુ પર પ્રતિબંધ મુકવા માગે છે.
ગેહલોતના આ નિવેદન પછી રાજકારણ ગરમાયુ છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ તેનો જવાબ આપ્યો છે કે, કોંગ્રેસના નેતાઓનો મગજ સાથેનો સંપર્ક તુટી ગયો છે. તેમણે સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યુ છે.
બંને રાજ્યના રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓના આક્ષેપ અને પ્રતિઆક્ષેપના કારણે રાજકારણમાં ઉત્તેજના સર્જાય છે.