થાણેઃ કોરોના વાયરસના સંક્રમણના ખતરા વચ્ચે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં વપરાયેલા માસ્ક ખુલામાં ફેકવા પર કેસ કરવામાં આવ્યો છે. ઘટના ત્યારે પ્રકાસમાં આવી જ્યારે ખાનગી ટીવી ચેનલોએ શનિવારના રોજ ભિવંડીના એક ગોડાઉનમાં વપરાયેલા માસ્કના ભંડારણનો વીડિયો દર્શાવ્યો હતો.
જ્યારે સ્વાસ્થ અધિકારી મનીષ રેંગેએ પોલીસને આદેશ આપ્યો કે, ગોડાઉનની તપાસ કરવામાં આવે. પોલીસના અધિકારીએ જણાવ્યું કે, અમે લોકો પહોચીએ તે પહેલા જ આરોપી ઇમરાન શેખએ પોતાના ગોડાઉનમાંથી માસ્ક દૂર કરી દીધા હતા અને તેને ભિવંડીના પુરના ગામમાં ફેકી દીધા હતા, ત્યારબાદ ખુલ્લી જગ્યા પર માસ્ક ફેકવાના વીડિયો વાયરલ થયો હતો અને ટીવી ચેનલમાં પણ દર્શાવામાં આવ્યો હતો, બાદમાં પોલીસે ઇમરાન શેખ વિરૂદ્ધ રવિવારે ગુન્હો નોધ્યો હતો.