નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવકના વડા મોહન ભાગવતના એક નિવેદનને લઇને સોશિયલ મીડિયા પર યુદ્ધ ફાટી નીકળ્યું છે. AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોહન ભાગવતના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. ભાગવતે કહ્યું હતું કે, ભારતના મુસ્લિમો વિશ્વનામાં સૌથી વધુ સંતુષ્ટ છે.
ઓવૈસીએ કહ્યું કે, ભાગવત અમને ન જણાવે કે, અમે અહીંયા કેટલા ખુશ છીંએ વાસ્તવિકતા એ છે કે, તેમની વિચારધારા અમને મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક બનાવવા માગે છે.
ઓવૈસીએ ટ્વીટ કરી જણાવ્યું કે, 'અમારી ખુશીનું ધોરણ શું છે? શું હવે ભાગવત નામનો વ્યક્તિ આપણે જણાવશે કે બહુમતીઓનું કેટલું આભારી રહેવુ જોઈએ. આપણી ખુશી એમાં છે કે, આપણું આત્મસમ્માન બની રહે. અમને જણાવશો નહીં કે અમે કેટલા ખુશ છીંએ. '
ભાગવત અને ઓવૈસીના નિવેદનને લઇને સોશિયલ મીડિયામાં યુદ્ધ શરૂ થયું છે.
RSS પ્રમુખ ભાગવતે કહ્યું હતું કે, ભારતીય મુસ્લિમો વિશ્વમાં સૌથી વધુ સંતુષ્ટ છે, જ્યારે ભારતીયતાની વાત આવે છે, ત્યારે બધા ધર્મોના લોકો એક સાથે ઉભી જાય છે. અમુક પ્રકારની કટ્ટરતા અને અલગતાવાદ ફક્ત એવા લોકો દ્વારા ફેલાય છે, જેમના પોતાના હિતમાં અસર થાય છે.
મુગલ શાસક અકબર વિરુદ્ધ યુદ્ધમાં મેવાડના રાજા મહારાણા પ્રતાપની સેનામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સૈનિકોનો ઉલ્લેખ કરી ભાગવતે કહ્યું કે, જ્યારે પણ ભારતના ઇતિહાસમાં દેશની સંસ્કૃતિ પર હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે તમામ ધર્મના લોકો સાથે ઉભા થયા છે.
સંઘના વડાએ મહારાષ્ટ્રથી પ્રકાશિત થનારા હિન્દી સામયિક 'વિવેક'ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "સૌથી વધુ ભારતના જ મુસ્લિમો સંતુષ્ટ છે." તેમણે કહ્યું કે, વિશ્વમાં એક પણ ઉદાહરણ એવું છે, જ્યાં કોઈ દેશના લોકો પર શાસન કરનારા કોઈ વિદેશી ધર્મ હજૂ પણ અસ્તિત્વમાં છે.
ભાગવતે કહ્યું, 'બીજે ક્યાંય નહીં. ફક્ત ભારતમાં જ આવું છે.
તેમણે કહ્યું કે ભારતની વિરુદ્ધ, પાકિસ્તાને ક્યારેય અન્ય ધર્મોના અનુયાયીઓને અધિકાર આપ્યા નથી અને તેને મુસ્લિમોના અલગ દેશ તરીકે બનાવી દેવામાં આવ્યો છે.
ભાગવતે કહ્યું, 'આપણા બંધારણમાં એવું નથી કહેવામાં આવ્યું કે, અહીં માત્ર હિન્દુઓ જ રહી શકે અથવા એવું કહેવામાં આવ્યું હોય કે અહીં માત્ર હિન્દુઓને જ સાંભળવામાં આવશે, અથવા જો તમારે અહીં રહેવું હોય તો તમારે હિન્દુઓની પ્રાધાન્યતા સ્વીકારવી પડશે. અમે તેમના માટે જગ્યા બનાવી. આ આપણા રાષ્ટ્રનો સ્વભાવ છે અને આ અંતર્ગત સ્વભાવને જ હિન્દુ કહેવામાં આવે છે.
સંઘના વડાએ કહ્યું કે હિન્દુને કાંઈ લેવ-દેવા નથી કે કોન કોની પૂજા કરે છે. ધર્મ જોડનારા, ઉત્થાન કરનાર અને તમામને એક સૂત્રમાં પરોવનારો હોવો જોઈએ.