રાજસ્થાનઃ જેસલમેર જિલ્લાના મિલિટ્રી સ્ટેશન પર આજે સેનાના જવાને આત્મહત્યા કરી હતી. મળતી માહિતી મુજબ, સૈનિક જેસલમેર મિલિટ્રી સ્ટેશન પર સ્થિત વૉર મ્યુઝિયમ, અર્જુન દ્વારના રહેવાસી વિસ્તારમાં આત્મહત્યા કરી હતી. તેની ઓળખ 46 વર્ષીય નાયબ સુબેદાર વલસાલાન તરીકે થઈ છે. જે કાલિકટ કેરળનો રહેવાસી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આર્મી જવાન 814 ફિલ્ડ વર્ક શોપ યુનિટમાં કાર્યરત હતો.
મિલિટ્રી સ્ટેશનમાં આર્મી જવાને તેના ઘરે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા અંગેની માહિતી મળ્યા બાદ કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારી કિશનસિંઘ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. જો કે, આત્મહત્યાના કારણો હજુ સુધી જાહેર થયા નથી. મિલ્ટ્રી સ્ટેશન પર જરૂરી કાર્યવાહી બાદ લાશને રાજ્યની હોસ્પિટલમાં લાવવામાં આવશે, જ્યાં પોસ્ટમોર્ટમ કરાશે.