કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP)ની શરૂઆતમાં દેશના બંધારણમાં રહેલા ધર્મ નિષ્પેક્ષ મૂલ્યોને મજબૂત કરવા સાથે ઘર્મ નિષ્પેક્ષતા સાથે જોડાયેલા મુદ્દામાં NCP, કોગ્રેસ અને શિવસેના નિવેદન આપશે.
CMPમાં ખેડૂતોને સર્વોચ્ય પ્રાથમિકતા આપવામાં આવી છે. ગત દિવસોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે, તેમને રાહત અને ધિરાણ આપવાની વાત કહેવામાં આવી છે.
આ ઉપરાંત ફસલ વિમા યોજનાને ફરીથી શરૂ કરવાની સાથે જે ખેડૂતોનો પાક નિષ્ફળ થયો છે, તેમને તાત્કાલિક વળતર ચૂકવવાની જાહેરાત CMPમાં કરવામાં આવી છે.
ઉપરાંત પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ટકાઉ જળ પુરવઠા માટે પગલાં લેવાની વાત કહેવામાં આવી છે.
CMP કાર્યક્રમમાં કહેવામાં આવ્યું કે, રાજ્યમાં ખાલી જગ્યામાં ભર્તી, શિક્ષિત બેરાજગાર યુવાનોને ભથ્થું આપવા ઉપરાંત સ્થાનિક લોકો માટે 80 ટકા અનામત આપવામાં આવશે.
આ ઉપરાંત CMP હેઠળ સરકાર મહિલાની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની સાથે, ગરીબ છોકરીઓ માટે મફતમાં શિક્ષણ અને વર્કિંગ વુમન્સ માટે હોસ્ટેલ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
સાથે જ શિક્ષણના સ્તરમાં સુધારો અને ગરીબ બાળકોને વગર વ્યાજે શિક્ષણ લોન આપવાની જોગવાઈ પણ સામેલ કરવામાં આવી છે.
જ્યારે શહેરના વિકાસ માટે ગ્રામ સડક યોજના લાગુ કરવાની વાત કરવામાં આવી છે.