ઉલ્લેખનીય છે કે, અમિત શાહ મુખ્ય સમારોહની પૂર્ણાહૂતિ બાદ તેઓ 1st ગ્રાઉન્ડ બ્રેકિગ સેરેમની ઓફ હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ 2019 સમારોહમાં ભાગ લેશે. તેમજ રોકાણકારો સાથે બેઠક યોજી વાતચીત કરશે.
અમિત શાહના આગમનને લઈ શિમલા પોલીસને તૈનાત કરવામાં આવી છે. જેથી ટ્રાફિક અથવા તો સુરક્ષા જેવી સમસ્યાને નિવારી શકાય.
નોંધનીય છે કે, 2017 માં ભાજપ રાજ્યમાં સત્તા પર આવી અને જયરામ ઠાકુરે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.