શાહે એવા સમયે પોતાની યાત્રા રદ્દ કરી છે કે જ્યારે મેધાલય અને આસામમાં નાગરિકતા સંશોધન બિલને લઇ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે, ગૃહપ્રધાનની યાત્રા રદ્દ કરવામાં આવી છે. તેમણે આ યાત્રા રદ્દ કરવાનું કારણ જણાવ્યું નથી. હાલમાં CAB ને લઇ પૂર્વોત્તરના રાજ્યોમાં ઉગ્ર અને હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
અમિત શાહનું મેધાલય અને અરૂણાચલ પ્રેદશની મુલાકાત યાત્રા રદ્દ મેઘાલયમાં શુક્રવારે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યુમાં 12 કલાકની છૂટ આપવામાં આવી. જોકે, અહીં મોબાઈલ અને ઈન્ટરનેટ સર્વિસ પર પ્રતિબંધ જારી છે. શિલોંગમાં પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. ત્રિપુરાના મોટાભાગના વિસ્તારોમાં સ્થિતિ સુધરી રહી છે, પરંતુ શુક્રવારે નવા રચાયેલા બિન આદિવાસી સંઘ બંગાળી ઓઈકયા મંચે 48 કલાકનું બંધનું એલાન આપ્યું છે. અહીં સતત ત્રીજા દિવસે ટેલિફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.