અમિત શાહનું મુદ્દાવાર સંબોધન
- ભારતને તોડનારાઓને તેમની જ ભાષામાં જવાબ અપાશે
- ભારત સરકાર જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ઘ
- જમ્હુરિયત, કાશ્મીરિયત, ઈંસાનિયત અમારી નીતિ
- સંવિધાનના અનુચ્છેદ 356નો દુરઉપયોગ કોંગ્રેસના સમયે વધારે થયો
- વડાપ્રધાને તમામ પક્ષના નેતાઓને બેઠક માટે આમંત્રિત કર્યા
- સૂફની સંતોને કાશ્મીરથી ભગાડી દેવાયા, શું તે કાશ્મીરની પરંપરા છે?
- અટલજીના રસ્તા પર છે નરેન્દ્ર મોદી સરકાર
- કશ્મીરિયતની વાત કરો તો તમામની વાત થવી જોઈએ
- જલ્દી જ સમય આવશે જ્યારે કશ્મીરી પંડિતો મંદિરોમાં પૂજા કરી શકશે
અમિત શાહે કહ્યું કે તે નરેન્દ્ર મોદી સરકાર તરફથી સદનમાં તમામ સદસ્યો સમક્ષ વાત રજૂ કરે છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.
વધુમાં તેમણે કહ્યું કે તેને કોઈ દેશ અલગ નહીં કરી શકે. નરેન્દ્ર મોદી સરકારની આતંકવાદ સામે જીરો ટૉલેરન્સની નીતિ છે.