નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. માહિતી અનુસાર, ડોભાલ અને વાંગ યી વચ્ચેની વાતચીતનું મુખ્ય કેન્દ્ર LAC પર શાંતિ સ્થાપિત કરવું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે સાથે મળીને કામ કરવું તે હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાતચીત ઘણી સાર્થક નીવડી શકે છે. માહિતી અનુસાર ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના બને નહીં અને બંને દેશો વચ્ચે સંબંધ શાંતિપૂર્ણ રહે તે અંગે ડોભાલ અને ચીનના વિદેશપ્રધાન વચ્ચે વાતચીત થઈ હતી.