લખનઉ: ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સુધારા કાયદા (CAA)ની વિરુદ્ધ પ્રદર્શન કરનારના ફોટા સહિત પોસ્ટર અને હોર્ડિંગ લગાવવાના મામલે આજે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચૂકાદો આપશે. હાઈકોર્ટે રવિવારે આ મામલે પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો.
આ મામલાની સુનાવણી દરમિયાન મુખ્ય જસ્ટિસ ગોવિંદ માથુર અને જસ્ટિસ રમેશ સિન્હાને બેંચે કહ્યું હતું કે, 9 માર્ચએ બપારે ચુકાદો આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારના તરફથી રજૂ થયેલા વકીલ રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે દલીલ કરી કે, કોર્ટે આ મામલે અરજીમાં કોઇ પણ હસ્તક્ષેપ ન કરે. વકીલે કથિત CAA પ્રદર્શનકારીઓના પોસ્ટર લગાવવાની રાજ્ય સરકારની કાર્યવાહને ડરાવીને રોકનાર પગલું જણાવ્યું હતું. આ રીતે આવા કૃત્યનું ભવિષ્યમાં ફરીના પુનરાવર્તન થઇ શકે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે નાગરકિતા સુધારા કાયદા CAAના વિરુદ્ધ ગત વર્ષ ડિસેમ્બરમાં કરવામાં આવેલા પ્રદર્શન દરમિયાન હિંસામાં સામેલ આરોપીઓની ઓળખાણ કરીને લખનઉમાં ઘણા પોસ્ટર લગાવી દેવમાં આવ્યાં છે. આ પોસ્ટરમાં ઓરોપીઓના નામ, ફોટા અને સરનામાનો પણ ઉલ્લેખ છે. જેના પરિણામે તે લોકોની સુરક્ષાને લઇને સવાલો ઉભા થયા છે.
આ આરોપીઓમાં હિંસા દરમિયાન સાર્વજનિક અને પ્રાઈવેટ સંપત્તિને નુકસાનની ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસને તેમની સંપતિઓ જપ્ત કરવાની વાત કરી છે.