નવી દિલ્હી: કોરોના વાયરસના કહેરને પગલે દેશના અનેક શહેરની મસ્જિદોમાં લોકોને ઘરે જ નમાજ પઢવાની તાકીદ કરાઈ છે. જ્યારે કેટલીક મસ્જિદોમાં લોકો માટે નમાજ બંધ કરવામાં આવી છે. આ મસ્જિદોમાં ફરજ બજાવતા મૌલાના અને બે-ત્રણ લોકો જ નમાજ પઢશે.
-
Due to #NovelCoronavirus pandemic, Muslims are recommended to offer Zuhur at home instead of praying Jumah at mosques. DON'T come out for congregational prayers and #StayAtHomeSaveLives. It is mandatory upon all to avoid causing harm to their fellow citizens. #NoJumahInMasjid
— All India Muslim Personal Law Board (@AIMPLB_Official) March 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Due to #NovelCoronavirus pandemic, Muslims are recommended to offer Zuhur at home instead of praying Jumah at mosques. DON'T come out for congregational prayers and #StayAtHomeSaveLives. It is mandatory upon all to avoid causing harm to their fellow citizens. #NoJumahInMasjid
— All India Muslim Personal Law Board (@AIMPLB_Official) March 26, 2020Due to #NovelCoronavirus pandemic, Muslims are recommended to offer Zuhur at home instead of praying Jumah at mosques. DON'T come out for congregational prayers and #StayAtHomeSaveLives. It is mandatory upon all to avoid causing harm to their fellow citizens. #NoJumahInMasjid
— All India Muslim Personal Law Board (@AIMPLB_Official) March 26, 2020
આ અંગે જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીએ જાહેરાત કરી છે કે, જુમ્માની નમાજ જામા મસ્જિદમાં પઢવામાં નહીં આવે. તેઓએ લોકોને ઘરે રહી નમાઝ અદા કરવાની અપીલ કરી છે.
જામા મસ્જિદ સાથે સંકળાયેલા મોલવીઓએ આજે જુમ્માની નમાજ ઘરે જ પઢવાની અપીલ કરી છે. સૈયદ અહેમદ બુખારીએ લોકોને જો તેમને જરૂર ન હોય તો, ઘરની બહાર ન આવવા પણ વિનંતી કરી છે. તેઓએ લોકોને સરકાર અને વિશ્વ આરોગ્ય સંગઠનની સૂચનાનું સખત રીતે પાલન કરવા અપીલ કરી છે. આમ, કોરોના વાયરસના પગલે મસ્જિદોમાં લોકોની ભીડ ઓછી કરવા આ નિર્ણય લેવાયો છે. આમ, હવે લોકો નમાજ માટે પણ ઘરથી બહાર ન નીકળે તે માટે મસ્જિદોએ એલાન કર્યું છે.
મહત્વનું છે કે, કોરોનાનો ચેપ વધતો અટકાવવા સમગ્ર રાજ્ય લોકડાઉન જાહેર કરાયું છે, ત્યારે હજુ પણ અનેક મસ્જિદોમાં નમાજ વખતે લોકો એકત્ર થતાં હોવાથી મસ્જિદની કમિટીએ લોકોને ઘરેથી જ નમાજ પઢવાની સલાહ આપી છે. જો કે, ઘણી મસ્જિદોમાં હજુ પણ નમાજ ચાલુ હોવાથી તેમને પણ આ દિશામાં સામૂહિક નમાજ બંધ કરવા વિચારણા કરવા જણાવાયું છે.