ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વેળાએ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તેમની સરકારને જનતાના કામ પૂરા કરવા માટે યોગ્ય રીતે સહયોગ મળતો નથી. દિલ્હી સરકારને કામ કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે.
-
Delhi Chief Minister Arvind Kejriwal and Deputy Chief Minister Manish Sisodia release Aam Aadmi Party's Delhi manifesto #LokSabhaElections2019 pic.twitter.com/G9sftox4yg
— ANI (@ANI) 25 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Delhi Chief Minister Arvind Kejriwal and Deputy Chief Minister Manish Sisodia release Aam Aadmi Party's Delhi manifesto #LokSabhaElections2019 pic.twitter.com/G9sftox4yg
— ANI (@ANI) 25 April 2019Delhi Chief Minister Arvind Kejriwal and Deputy Chief Minister Manish Sisodia release Aam Aadmi Party's Delhi manifesto #LokSabhaElections2019 pic.twitter.com/G9sftox4yg
— ANI (@ANI) 25 April 2019
પોલીસમાં લાખો જગ્યા ખાલી
મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં પોલીસ માટે લાખો જગ્યાઓ ખાલી પડી છે પણ કેન્દ્ર સરકાર તેને ભરવા માટે મંજૂરી આપતી નથી. એટલા માટે દિલ્હીમાં ગુનાઓ વધી રહ્યા છે તથા યુવાનો બેરોજગાર ફરે છે.
કેન્દ્ર સરકાર નક્કી કરે છે ડૉક્ટરોની સંખ્યા
નાયબ મુખ્ય પ્રધાન મનીષ સીસોદિયાએ કહ્યું હતું કે, જો દિલ્હી પૂર્ણ રાજ્યો હોત તો લોકપાલ ક્યારનુંય લાગૂ કરી દીધું હોત. પૂર્ણ રાજ્ય ન હોવાના કારણે હોસ્પિટલમાં ડૉક્ટરોની સંખ્યા પણ કેન્દ્ર સરકાર નક્કી કરે છે.
મોદી-શાહની જોડીથી દેશને બચાવો
અહીં કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ,આ દેશને મોદી અને અમિત શાહની જોડીથી બચાવા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો હતો.