હરિયાણામાં ચાલુ વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બરે ખતમ થઈ રહ્યો છે અને ચૂંટણી પંચે વિધાનસભાની 90 સીટો પર ચૂંટણીની તારીખ જાહેર કરી છે. પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.
હરિયાણામાં 2014માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 47 સીટ જીતી સરકાર બનાવી હતી. બીજા નંબરે ભારતીય રાષ્ટ્રીય લોક દળે 19 સીટો જીતી હતી. જ્યારે તે સમયે સત્તાધારી કોંગ્રેસ પાર્ટીએ 15 સીટ પર જીત નોંધાવી હતી. બે સીટ હરિયાણા જનહિત કોંગ્રેસના ખાતામાં તથા શિરોમણી અકાલી દળ અને બસપાને એક એક સીટ મળી હતી. તો વળી પાંચ અપક્ષ ઉમેદવારો પણ જીત્યા હતા.
હરિયાણામાં 'આપ'ની સ્થિતી
હરિયાણામાં આમ આદમી પાર્ટી આ વખતે બરાબરની તાકાત સાથે ચૂંટણી લડી રહી છે. પાર્ટી તમામ 90 સીટ પર ચૂંટણી લડી રહી છે. તેથી આજે પહેલી યાદી તો આવી ગઈ છે.
લોકસભા ચૂંટણીમાં 'આપ'નું પ્રદર્શન
હરિયાણામાં આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં જેજેપી સાથે ગઠબંધન કર્યું હતું. આમ આદમી પાર્ટીએ 3 સીટ પર તો જેજેપીએ 7 સીટ પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓને ખરાબ રીતે હારવાનો વારો આવ્યો હતો. લોકસભા ચૂંટણી 2019માં આમ આદમી પાર્ટીને વોટ શેયર 0.4 ટકા હતા, જ્યારે 2014 લોકસભા ચૂંટણીમાં પાર્ટીને 4.2 ટકા વોટ શેર મળ્યા છે.