બેલગામ: કેન્દ્ર સરકાર દ્વારા કોરોનોવાઇરસના ફેલાવાને રોકવા માટે અપાયેલા લોકડાઉનથી ગરીબ અને બીમાર લોકોમાં પરેશાન થઇ ગયા છે. કર્ણાટકના બાગલકોટમાં રહેતી રેખા લામાણી,જે પણ લોકડાઉનથી પરેશાન છે.
તેની બહેનના પતિના મોત પછી, તે તેની બહેનને સાંત્વના આપવા માટે હોસ્પિટલમાં ગઇ હતી અને ત્યારબાદ લોકડાઉન શરૂ થઇ ગયો છે.જેથી તે તેના બેલગામમાં તેની બહેનના ઘરે અટવાઈ ગઇ છે. તેમને આ સમયે ખોરાક માટે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રેખાનો 14 વર્ષના પુત્રને વાઈની બીમારી છે.છેલ્લા પાંચ વર્ષથી તેનો પુત્ર વાઈથી પીડિત રહ્યો છે અને તે કોલ્હાપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
જો તેને હોસ્પિટલમાં બતાવવામા નહીં આવે અને તેને દવા આપવામાં નહીં આવે તો તેના પુત્રને સ્વાસ્થ્ય સમસ્યા વધી શકે છે. રેખા લામાણીએ કોઈને તેમની સારવાર અથવા દવાઓની સહાય માટે વિનંતી કરી છે.