લખનઉઃ ઉત્તર પ્રદેશના આરોગ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ ડૉ. રુકુમ કેશના અનુસાર સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 2,626 લોકો કોરોના વાઇરસ સંક્રમણની અડફેટમાં આવ્યા છે. આ સંક્રમણ રાજ્યના 64 જિલ્લામાં ફેલાઈ ગયું છે. કુલ સંક્રમિત દર્દીમાંથી 1,885 કેસ એક્ટિવ છે.
સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 43 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આરોગ્ય વિભાગ અનુસાર ગત 24 કલાકમાં 139 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી કોરોના અસરગ્રસ્ત દેશોમાંથી 2,42,303 લોકો પાછા આવી ગયા છે. જેમાંથી 1,44,802 લોકોને ઓબઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 29,872 લોકોમાં કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યાં છે. ઈન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટાઈન હેઠળ 11,518 લોકો છે.