રામાનાથપુરમ (તેલંગણા) : દેશની વિવિધ ધાર્મિક સભાઓમાં ભાગ લીધા બાદ આઠ ઈન્ડોનેશિયનની વિઝા ભંગના આરોપસર ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અટકાયત અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન નિયમોનો ભંગ કરનાર ઇન્ડોનેશિયાના નાગરિકોની ધરપકડ કરાઈ છે. હાલ, તેમની મેડિકલ તપાસ થઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે, વિદેશીઓ 22 માર્ચે આવ્યા હતા અને દિલ્હીમાં વિવિધ ધાર્મિક સભાઓમાં હાજરી આપી હતી. કલમ 144નો ભંગ કરવા બદલ તેમની ધરપકડ પણ કરાઈ હતી. રાજ્યમાં કોરોના વાઈરસના પ્રસારને રોકવા માટે તમિલનાડુમાં લોકડાઉનનું પાલન કરાવવા માટે તંત્ર રાત-દિવસ એક કરી રહ્યું છે, ત્યારે વિદેશ આવેલા નાગરીકોના કારણે દેશમાં નિયમ ભંગ થઈ રહ્યાં છે.
પોલીસે કેનીકરાય વિલેજ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ફરિયાદના આધારે વિદેશીઓની ધરપકડ કરી હતી અને પાસપોર્ટ એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ અન્ય લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાધાકૃષ્ણને તેઓને 23 એપ્રિલ સુધીના કસ્ટડીમાં મોકલી દીધા છે, તેઓને પરમાકુડી જેલમાં રાખવામાં આવ્યા છે અને તેઓને ક્વૉરેન્ટાઈનમાં રખાયા છે.