ઈન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં કોરોના વાઇરસના મહત્તમ કેસો આવી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં લોકો ડૉકટરને ભગવાનનો દરજ્જો આપી રહ્યા છે, પરંતુ ઈન્દોરથી એક ઘટના સામે આવી છે જે આશ્ચર્યજનક છે. સ્થાનિક ટીમે શંકાસ્પદ દર્દીને તપાસવા માટે સ્થા પહોંચેલી તબીબોની ટીમે પથ્થરમારો કર્યો હતો.
આ કેસમાં પોલીસે દસ લોકો સામે ગુનો નોંધીને સાત લોકોની ધરપકડ કરી હતી. અન્ય હુમલો કરનારાઓની શોધ ચાલુ છે. આ ઘટના બાદ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ ઘટના ઇન્દોરના ક્ષત્રિપુરા પોલીસ સ્ટેશનના તાટ પટ્ટી બખાલ વિસ્તારની છે. ભૂતકાળમાં કોરોના ચેપથી એક વ્યક્તિનું મોત થયું હતું. જે દર્દીના સંપર્કમાં આવ્યા હતા તેઓ તેમની તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ સાથે ગયા હતા. પરંતુ સહયોગ આપવાને બદલે વિસ્તારના લોકો આરોગ્ય વિભાગની ટીમનો વિરોધ કરતા જોવા મળ્યા હતાં.
શહેરના રાણીપુરામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે આવું કંઈ પહેલીવાર થયું નથી. આ પહેલા પણ ઈન્દોરમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી. આ કેસમાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.