આંધ્રપ્રદેશઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 નવા કોરોના પોઝિટિવ કેસ નોંઘાયા છે. જેની સાથે સંક્રમિતોની સંખ્યા 2627 પર પહોંચી ગઈ છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકથી રાજ્યમાં 66 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે કુલ કેસોની સંખ્યા 2627 પર પહોંચી છે. જ્યારે 1807 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બીજી તરફ અત્યારસુધી કોરોનાના કારણે 56થી વધુ લોકોના મોત છે.
આમ, સરકારના અનેક પ્રયત્નો છતાં કોરોના કહેરમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી રાજ્ય સરકાર લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓ મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત સહિત રાજ્યોમાં જોવા મળી રહ્યાં છે. જ્યાં કોરોના સંક્રમિતો આંક 10થી હજારથી જોવા મળી રહ્યાં છે. જેથી આરોગ્ય તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યાં છે. સાથે જ લોકડાઉનના ચોથા તબક્કાનું કડકાઈથી પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.