આર્થિક ગુનાઓ કર્યા બાદ દેશમાંથી ભાગી ગયેલા કુલ 51 લોકોએ રૂ. 17,9૦૦ કરોડની છેતરપિંડી કરી હોવાનું સરકારે મંગળવારે સંસદને માહિતી આપી હતી.
નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ સિંહે ઠાકુરે રાજ્યસભામાં ભાગેડું આર્થિક અપરાધીઓ અંગેના એક પ્રશ્નના લેખિત ઉતરમાં આ માહિતી આપી હતી. પ્રધાને કહ્યું કે, (CBI) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ જણાવ્યું કે, આજ સુધીમાં 66 કેસોમાં 51 ફરાર અને ઘોષિત જાહેર થયેલા ગુનેગારો અન્ય દેશોમાં ભાગી ગયા છે.
તેમણે કહ્યું કે, CBIએ રિપોર્ટ આપ્યો છે. આ મામલામાં આરોપી દ્વારા અંદાજે 17,947.11 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.