નવી દિલ્હી: રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી(RERA) દ્વારા આજ સુધીમાં ઘરના મકાનો ખરીદનારાઓની 46,152 જેટલી ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ શુક્રવારે આ બાબતે માહિતી હતી.
હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની સ્થાપના પછીથી દેશભરમાં 51,850 રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને 40,481 રિઅલ એસ્ટેટ એજન્ટોએ RERA હેઠળ નોંધણી કરાવી છે. 46,152 ફરિયાદોનો નિકાલ પણ RERA દ્વારા કરવામાં આવ્યો છે.
રિઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 2016 (RERA) 1 મે, 2017ના રોજ અમલમાં આવ્યો. રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીનો ઉદ્દેશ ગૃહમાલિકોને સુયોગ્ય રક્ષણ પૂરું પાડવાનો છે, રાજ્યો દ્વારા તેમના સંબંધિત નિયમોને સૂચિત કરવા અને નિયમનકારી અધિકારીઓની નિયુક્તિ જેવા નિયમો દ્વારા સત્તા આપવામાં આવી છે.
પુરીએ કહ્યું જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક કાયદાએ ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ કરવા માટે નવા યુગની સ્થાપના કરવામાં આવી છે. હવે તેમના હકો ડેવલોપર્સ દ્વારા છીનવી શકાતા નથી. તેમની જવાબદારી અને સલામતીની ખાતરી આપી સ્થાવર મિલકત વ્યવસાયને પણ ગૌરવ આપ્યું છે. ખરેખર, હવે આપણે RERAના યુગમાં પ્રવેશ કર્યો છે.