ચૈન્નઇઃ તામિલ ન્યૂઝપેપરમાં 39થી વધુ લોકોને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો છે. ઓર્ગેનાઇઝેશ દ્વારા સંચાલિત ખર્ચ પર ખાનગી હોસ્પિટલોમાં આ તમામ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
કંપનીમાં લોકડાઉનની જાહેરાત થયા બાદ ચૈન્નઇના રહેવાસીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ આપવામાં આવ્યા હતા. બાકીના સ્ટાફને ચૈન્નઇ ઓફિસમાં રોકવામાં આવ્યા છે. તેમને ઓફિસમાંથી બહાર નીકળવાની મંજૂરી ન હતી.
મળતી માહિતી મુજબ આ કેસના ચેપનું કારણ એક વ્યક્તિ છે, જેને કોયમ્બેડુ માર્કેટમાં શાકભાજી ખરીદી હતી. જો કે, મેનેજમેન્ટ દ્વારા ખાનગી હોસ્પિટલમાં કર્મચારીઓની સારવાર કરવામાં આવી હતી અને રહેવા માટેનો તમામ ખર્ચ મેનેજમેન્ટ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં કોરોના વાઇરસના 18,545 કેસ છે અને આ સંક્રમણથી 133 લોકો મૃત્યું પામ્યા છે.