બેંગ્લુરૂ: કર્ણાટકના આરોગ્ય પ્રધાન બી શ્રીરામુલુએ કહ્યું કે, રાજ્યના 300 જેટલા લોકો ગત્ત મહિને નવી દિલ્હીન નિઝામુદ્દીન મરકજ મસ્જિદમાં તબલીઘી જમાતમાં જોડાયા હતા. જેમાંથી 40 લોકોની ઓળખ થઇ છે અને તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત તેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, આ લોકોમાંના 12 લોકોના કોવિડ-19નો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
આ જમાતમાં ભાગ લીધેલા મલેશિયા અને ઇન્ડોનેશિયાના નાગરિકો કર્ણાટક આવ્યા હોવાનું સરકારને માહિતી મળી હતી. અન્ય એક ટ્વીટમાં તેમણે ઉમેર્યું હતું કે, તેમાંના 12 લોકોની ઓળખ થઇ છે અને તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ, તેમના દેશમાં ગયા વગર અહીં રહેનારાઓને ઓળખીને તેમને ક્વોરેન્ટાઇન કરશે.
મંગળવારે અધિક મુખ્ય આરોગ્ય સચિવ અને કુટુંબ કલ્યાણ વિભાગના જાવેદ અખ્તરહાદે કહ્યું હતું કે, સરકારે અત્યાર સુધીમાં રાજ્યના 78 લોકોની ઓળખ કરી છે, જેઓ તબલીગી જમાતમાં હાજર રહ્યા હતા.