નવી દિલ્હી: દિલ્હી ઉપરાજ્યપાલ અનિલ બૈજલની કચેરીના વધુ ત્રણ કર્મચારીઓને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેથી આરોગ્ય તંત્રએ કચેરીના અન્ય કર્માચારીઓની તાપસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, એલજી સચિવાલયમાં કોરોના વાઈરસ ચેપના ચાર કેસ અત્યારસુધીમાં બહાર આવ્યા છે. જેથી આગામી કેટલાક દિવસોમાં સંપૂર્ણ સ્ટાફના સભ્યો કોવિડ -19 તપાસ કરાવી શકે છે.
ગુરુવારે COVID-19 માટે બે જુનિયર સહાયકો અને સ્વચ્છતા કાર્યકરની તપાસ કરાવી હતી. જેમાં તે બંનેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ડરનો માહોલ સર્જાયો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે દિલ્હીમાં એક દિવસમાં 1,024 કેસ નોંધાયા હતા, જેમાં રાષ્ટ્રની રાજધાનીમાં કોવિડ-19દર્દીની કુલ સંખ્યા 16,000 થઈ ગઈ હતી, જ્યારે આ રોગના કારણે મૃત્યુઆંક 316 થયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
દિલ્હીમાં આ પહેલીવાર છે જ્યારે એક દિવસમાં 1000 થી વધુ COVID-19 કેસ નોંધાયા છે.
ગુરુવારે જાહેર કરવામાં આવેલા એક બુલેટિનમાં દિલ્હીના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ ચેપથી મૃત્યુઆંક 316ને પાર પહોંચી ગયો છે.