હૈદરાબાદઃ વિશ્વ પુસ્તક દિવસને કોપીરાઈટ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે 23 એપ્રિલ 1616 ના રોજ વિશ્વના મહાન લેખક વિલિયમ શેક્સપિયરે વિશ્વને અલવિદા કહ્યું હતું. સાહિત્ય જગતમાં શેક્સપિયરના યોગદાનને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ વર્ષ 1995થી અને ભારત સરકારે વર્ષ 2001થી 23 એપ્રિલના દિવસને વર્લ્ડ બુક ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
દર વર્ષે 23 એપ્રિલે પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા દ્વારા દર વર્ષે 23 એપ્રિલની નિયત તારીખે વાંચન પ્રકાશન અને કોપીરાઇટને પ્રોત્સાહન આપવા માટે વર્લ્ડ બુક ડેનું આયોજન કરવામાં આવ્યું છે.
એપ્રિલ 23 એ વિશ્વ સાહિત્ય માટે એક મહત્વપૂર્ણ તારીખ છે. કારણ કે, તે ઘણી મહાન હસ્તીઓની પુણ્યતિથિ હતી. પુસ્તકો અને લેખકોને શ્રદ્ધાંજલિ આપવાનાં હેતુથી તારીખની ઘોષણા કરવામાં આવી હતી.
શેક્સપીયરનું 23 એપ્રિલ 1616 ના રોજ અવસાન થયું. શેક્સપિયર એક મહાન લેખક હતા, જેની કૃતિઓ વિશ્વની મોટાભાગની ભાષાઓમાં અનુવાદિત થઈ હતી. શેક્સપિયરે તેમના જીવનકાળમાં લગભગ 35 નાટકો અને 200 થી વધુ કવિતાઓ લખી હતી.
વાચકે તે બધી મહાન હસ્તીઓને યાદ રાખવી જોઈએ, જેમણે તેમના જીવનકાળ દરમિયાન વિશ્વને ઘણી મોટી રચનાઓથી સન્માનિત કર્યું હતું. તેથી, 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું.
વર્લ્ડ બુક અને કોપીરાઇટ ડેની ઉજવણીનો હેતુ
એવું કહેવામાં આવે છે કે પુસ્તક માણસનો સૌથી સારો મિત્ર છે. તે કોઈ પણ સંજોગોમાં મનુષ્યને છોડતો નથી. વિશ્વ બુક ડે પર, અમે તે મહાન લોકોને યાદ કરીએ છીએ જેમણે તેમના લેખન દ્વારા વિશ્વને એક નવી રીત બતાવી.
વાંચકો તેમની રસપ્રદ વાર્તાઓ, રચનાઓ વાંચીને નવા સાહસનો અનુભવ કરે છે. વાચકોને પ્રોત્સાહિત કરવા, દર વર્ષે 23 એપ્રિલના રોજ વર્લ્ડ બુક ડેનું આયોજન કરવામાં આવે છે.
કોપીરાઇટ શું છે?
કોપીરાઇટ એ એક કાનૂની ખ્યાલ છે જે મૂળ કૃતિના લેખક અથવા સર્જકને તે મૂળ કાર્ય સાથે કેટલીક વસ્તુઓ કરવાનો એકમાત્ર અધિકાર આપે છે.
કોપીરાઇટ ધારકને તે પસંદ કરવાનો અધિકાર છે કે કોઈ બીજું તેના કામનો ઉપયોગ કરી શકે અને અનુકૂલન કરી શકે અથવા ફરીથી વેચી શકે અને તે કાર્ય માટે શાખ આપવાનો અધિકાર છે.
વર્લ્ડ બુક અને કોપીરાઇટ ડે કેવી રીતે ઉજવવામાં આવે છે
બાળકોમાં કુતૂહલ લાવવા અને અન્ય કેટેગરીના લોકોને લેખકો અને અન્ય મહત્વપૂર્ણ બાબતો વિશે શીખવાની ઉત્સુકતામાં લાવવામાં વિશ્વ બુક ડે મહત્વની ભૂમિકા ભજવે છે.
આ કાર્યક્રમ વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવવામાં આવે છે. આમાં લેખકો, શિક્ષકો, પ્રકાશકો, પુસ્તકાલયો, સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનાં લોકો, મીડિયા જગતનો સમાવેશ થાય છે.
વિશ્વ બુક ડે નિમિત્તે યુનેસ્કો નેશનલ કાઉન્સિલ, યુનેસ્કો ક્લબ, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ, લાઇબ્રેરી, સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે.
યુનેસ્કોએ આ પહેલ બાળકોમાં વાંચનની ટેવને પ્રોત્સાહન આપવા, કોપીરાઇટનો ઉપયોગ કરીને બૌદ્ધિક સંપત્તિને પ્રકાશિત કરવા અને સુરક્ષિત કરવા માટે કરી હતી.