બેંગલુરુ: કોરોનાને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉનની સ્થિતિ છે. આ દરમિયાન અનેક સ્થળોએથી સામાજિક અંતરનું પાલન ન થવાના અહેવાલો છે. તાજેતરમાં કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં કઈંક આવું જ બન્યું, જ્યાં સામાજિક અંતરને અનુસર્યા વિના લગભગ બે હજાર લોકોમાં રાશન વિતરણ કરવામાં આવ્યું હતું. જનતાએ અહીં લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું છે.
મળતી માહિતી મુજબ પ્રધાન આનંદસિંહ કરિગનુરૂ ગામના વોર્ડ નંબર 23માં સ્થાનિકોને રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જ્યાં લગભગ બે હજાર જેટલા લોકો એક સાથે ઉમટી પડ્યાં હતા.
રાશન વિતરણ કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું. જોકે, બાદમાં પોલીસ દ્વારા સ્થિતિ પર નિયંત્રણ કરવામાં આવ્યું હતું.