લખીમપુર ખીરીઃ ભારત-નેપાળની સરહદ પર આશરે 2000 નાગરિકો પહોંચ્યાં છે. જેથી અફરાતફરીનું વાતવરણ સર્જાયું છે. નેપાળે પ્રવેશ ન આપતા ગુસ્સે ભરાયેલા નાગરિકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.
![2000 nepali mjdoor reached at indo nepal border](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-lak-01-nepali-mjdoor-vis-bite-10017_20052020140553_2005f_1589963753_598.jpg)
હાલ નેપાળ વહીવટી તંત્ર સાથે સ્થાનિક જિલ્લા પ્રશાસને વાતચીત કરી છે. જે બાદ નેપાળ સરકાર 500 નેપાળી નાગરિકોને પ્રવેશ માટે પરવાનગી આપે છે. નેપાળી નાગરિકને 15 બસો દ્વારા નેપાળ મોકલવામાં આવશે. આ સમગ્ર મામલો ભારત-નેપાળ સરહદના પાલિયા કોટવાલી શહેરનો છે.
કોરોના વાઇરસના ચેપને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે લોકો બસમાં, ટ્રકમાં કે પગપાળા પોતાના ઘર તરફ આગળ વધી રહ્યાં છે, ભારતના પાડોશી દેશ નેપાળના પરપ્રાંતીય મજૂરો મહારાષ્ટ્ર અને ગુજરાતથી નેપાળ બોર્ડર તરફ જઇ રહ્યાં છે. જેનો એક કાફલો ભારત-નેપાળ બોર્ડર પર નજીક આવેલા પાલિયા તાલુકા સુધી પહોંચ્યો છે. જ્યાં આ બધાની તબીબી તપાસ પણ કરવામાં આવી રહી છે.
![2000 nepali mjdoor reached at indo nepal border](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-lak-01-nepali-mjdoor-vis-bite-10017_20052020140553_2005f_1589963753_320.jpg)
આજે હજારો લોકો નેપાળ પ્રશાસન સામે દેખાવો શરૂ કર્યાં હતાં, તેમજ નેપાળ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતાં. હાલ તો તમામ કામદારોને સમજાવી શાંત કરવામાં આવ્યા હતાં, પરંતુ જ્યારે આ લોકો સહમત નહોતા, ત્યારે પોલીસે પણ બળનો ઉપયોગ કર્યો હતો. જેમાં કેટલીક તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પોલીસ આ નેપાળી મજૂરો પર લાઠીચાર્જ કરી રહી છે.
આ અંગે પોલીસ અધિકારીએ કહ્યું કે, ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કર્યા પછી નેપાળ સરકારે 500 લોકોને લેવાનું કહ્યું છે, જેના બદલે 500 ભારતીયોને પણ નેપાળથી મોકલવામાં આવશે. અહીં લગભગ 2 હજાર નેપાળી નાગરિકો આવ્યાં છે.