નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાઈરસના નવા કેસો તે જ સ્થળેથી આવી રહ્યાં છે, જે પહેલાંથી જ કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે. દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ઘટીને 81 પર આવી ગઈ છે. 10 દિવસ પહેલા આ આંકડો 100ની નજીક હતો.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે 359 નવા કેસ નોંધાયા છે. આજે બુધવારે દિલ્હીમાં નવા કેસ બાદ હવે કુલ કોરોના વાઈરસના કેસ વધીને 7998 પર પહોંચી ગયા છે. બુધવારે દિલ્હીમાં કોરોના વાઈરસને કારણે 20 લોકોનાં મોત નીપજ્યાં છે જેના પગલે કુલ મોતની સંખ્યા 106 પર પહોંચી ગઈ છે.
જો કે, દિલ્હીમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. બુધવારે 346 લોકો જ સ્વસ્થ થયા છે જેના પગલે રિકવરી થયેલાઓની સંખ્યા 2858 પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં હવે કોરોના વાઈરસના 5034 કેસ એક્ટીવ છે.