ઉત્તર પ્રદેશઃ પોલીસે પુષ્ટિ કરી હતી કે, લખિમપુર ખેરી જિલ્લામાં એક ગામની નજીક 17 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. જિલ્લામાં 10 દિવસની અંદર દુષ્કર્મ અને હત્યાની આ બીજી ઘટના છે.
પોલીસે જણાવ્યું હતું કે, યુવતીએ પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી હશે. યુવતીના ગળા પર ઈજાના નિશાન છે. યુવતીનો મૃતદેહ ગામથી 200 મીટર દૂર એક તળાવ નજીક મળ્યો છે. SP સતેન્દર કુમારે જણાવ્યું હતું કે, 'પોસ્ટમોર્ટમનો રિપોર્ટ દુષ્કર્મની પુષ્ટિ કરે છે. ગુનેગારોને પકડવાના અમે તમામ પ્રયાસો કરી રહ્યાં છીએ. અમને આશા છે કે, અમે દોષિતોની જલ્દી ધરપકડ કરીશું.'
યુવતીના પરિવાર મુજબ યુવતી સ્કોલરશિપ ફોર્મ ભરવા માટે નજીકના એક ગામે ગઈ હતી. પરંતુ યુવતી પાછી ન આવતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. યુવતીના કાકાએ જણાવ્યું હતું કે, 'તે સોમવારે સવારે 8ઃ30 વાગ્યે ગઈ હતી. હું કહી નથી શકતો કે કોના ઉપર શક કરવો.'
આ પહેલા 15 ઓગસ્ટના રોજ 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. કિશોરીનો મૃતદેહ શેરડીના મેદાનમાં મળ્યો હતો. આ શેરડીનું મેદાન એક દોષિતનું છે. આ કેસમાં 2ની ધરપકડ કરવામાં આવી છે. કિશોરીના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેમની પુત્રીનું ગળું દબાવવામાં આવ્યું હતું, અને તેની આંખો બહાર કાઢવામાં આવી હતી અને તેની જીભ કાપી નાખવામાં આવી હતી.
જો કે, પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આંખો કાઢી નાખવાની અને જીભ કાપવાનો ઉલ્લેખ નથી. પોલીસે જણાવ્યું હતું કે ઓટોપ્સીમાં દુષ્કર્મ અને ગળેફાંસો ખાવાનો ઉલ્લેખ હતો.