ETV Bharat / bharat

કોરોના સંકટ વચ્ચે લખનઉથી જમ્મુ-કાશ્મીર જવા કાશ્મીરીઓ રવાના - કોવિડ-19 ન્યૂઝ

લોકડાઉનના કારણે લખનઉમાં ફસાયેલા કાશ્મીરીઓને પરત પોતાના ઘરે મોકલવા માટેની વ્યવસ્થા કરાઈ હતી. જેના પગલે ગુરુવારે, જમ્મુ-કાશ્મીર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાંથી આલમબાગ બસ સ્ટેશનથી 16 લોકોને રવાના કરવામાં આવ્યા હતા.

Jammu and Kashmir
Jammu and Kashmir
author img

By

Published : May 22, 2020, 8:53 AM IST

લખનઉઃ જમ્મુ-કાશ્મીરથી કોઈ તેના સબંધીઓને મળવા આવ્યું હતુ તો કોઈ લખનઉમાં ફવા માટે આવ્યું હતું. તે દરમિયાન દેશમાં કોરોનાના કારણે અચાનક દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું હતું. જેના કારણે આ તમામ લોકોને લખનઉમાં જ રોકાવાની ફરજ પડી હતી. જેમ જેમ લોકડાઉન વધતું રહ્યું, તેમ તેમ તેમની સમસ્યાઓમાં પણ વધારો થયો. જે પછી તેમણે જિલ્લા વહીવટીતંત્રને જમ્મુ-કાશ્મીર જવા વિનંતી કરી હતી. ત્યારબાદ તેમને જમ્મુ કાશ્મીર મોકલવાની તૈયારી દાખવી હતી. ગુરુવારે, જમ્મુ-કાશ્મીર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાંથી આલમબાગ બસ સ્ટેશનથી 16 લોકોને રવાના કરવામાં આવ્યા હતા.

લખનઉ ઝોનના પ્રાદેશિક મેનેજર પલ્લવ કુમાર બોઝે કહ્યું હતું કે, આ મામલે જમ્મુ-કાશ્મીર સરકાર સાથે સમજૂતી થઈ છે. શરૂઆતમાં, પરિવહન નિગમ બસ દ્વારા મોકલવાની તૈયારી કરી રહ્યું હતું. બાદમાં જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે જ જમ્મુ-કાશ્મીર રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ લખનઉ મોકલી હતી. અહીંથી, જિલ્લા વહીવટીતંત્રના આદેશથી ગુરુવારે રાત્રે તમામ લોકોને અલમબાગ બસ ટર્મિનલથી જમ્મુ લઈ જવામાં આવ્યા હતા.

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇન અંતર્ગત લોકોને કોરોના વાઈરસ હેઠળ બસ દ્વારા મોકલવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની 3 બસો દ્વારા 6 ડઝનથી વધુ કાશ્મીરી લોકોને લખનઉથી કાશ્મીર મોકલવામાં આવ્યા હતા. આ પછી, જમ્મુ-કાશ્મીર પ્રશાસને તેમની બસોમાંથી મુસાફરોને પરત બોલાવ્યા છે. બુધવારે સાંજે પણ આલમબાગ બસ સ્ટેશનથી જમ્મુ કાશ્મીર માટે એક બસ મોકલવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.