જમ્મુ-કાશ્મિરઃ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં અલગ-અલગ ગોળીબારમાં 14 આતંકવાદીઓને ઠાર કર્યા છે. અધિકારીઓએ બુધવારે આ અંગે માહિતી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ વિશેની ચોક્કસ માહિતી મળતા શોપિયાના સુગુ હેંધામા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. છુપાયેલા આતંકીઓએ સૈન્ય પર ગોળીબારી કરી હતી. જ્યારે સૈન્યએ પણ વળતો જવાબ આપ્યો હતો.
કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ઇટીવી ભારતને જણાવ્યું કે, "આ વિસ્તારમાં છુપાયેલા પાંચેય આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે."
આ ઉપરાંત તેમણે સફળ કામગીરી બદલ સુરક્ષા દળોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, લોકોના સહયોગથી 14 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ મોટાભાગની કામગીરીમાં ઓછામાં ઓછું નુકસાન થયું છે."
આ દરમિયાન, જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી.
શોપિયામાં ચાર દિવસમાં આ ત્રીજી ગનફાઇટ હતી. 7 અને 8 જૂનના રોજ થયેલી અથડામણમાં નવ હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓને ઠાર કરાયા હતા.
ટાઇમલાઇન: શોપિયા એકાઉન્ટર્સ
- જૂન 7 - રેબેન ગામમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા
- જૂન 8 - પિંજોરા ગામમાં 4 આતંકવાદીઓ ઠાર
- જૂન 8 - સુગુ હેંધામા ગામમાં 5 આતંકવાદીઓ ઠાર