જયપુરઃ પ્રદેશમાં છેલ્લા 12 કલાકમાં 123 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં સૌથી વધુ પોઝિટિવ કેસ જોધપુર જિલ્લાથી મળ્યા છે. જોધપુરથી સોમવારે 73 નવા કેસ સામે આવ્યા હતા. જે બાદ પ્રદેશમાં કુલ પોઝિટિવ આંકડો 3009 પર પહોંચ્યો છે અને 4 દર્દીઓના મોત થયા છે.
ચિકિત્સા વિભાગે માહિતી આપી હતી કે, સોમવારે 1 કેસ અલવર, 1 બિકાનેર, 19 ચિતૌડગઢ, 12 જયપુર, 73 જોધપુર, 3 કોટા, 11 પાલી, 2 રાજસમંદ અને એક કેસ ઉદયપુરથી સામે આવ્યો છે. જે ઉપરાંત જયપુરમાં 4 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ જયપુરમાં કોરોના પોઝિટિવ આંકડો 1000ને પાર પહોંચ્યો છે.
આ ઉપરાંત ઇરાનથી લાવવામાં આવેલા ભારતીયોમાંથી 61 લોકો, ઇટલીથી 2 લોકો અને અન્ય રાજ્યોના 2 દર્દીઓ અત્યાર સુધી પ્રદેશમાં પોઝિટિવ મળ્યા હતા. આ ઉપરાંત પ્રદેશમાં અત્યાર સુધીમાં 1 લાખ 20 હજાર 240 લોકોનું સેમ્પલિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 1 લાખ 12 હજાર 345 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા.
આ સાથે જ 4 હજાર 886 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે, તો 1356 પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જે બાદ 923 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પ્રદેશમાં 75 લોકોના મોત થયા છે.