ETV Bharat / bharat

રેલવે પ્રધાનની મોટી જાહેરાત, ટૂરિઝ્મને વધારવા માટે ચલાવવામાં આવશે 'ભારત ગૌરવ ટ્રેનો' - ભારત ગૌરવ ટ્રેન

દેશમાં ટૂરિઝ્મ (Tourism) વધારવા માટે કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Union Railway Minister Ashwini Vaishnaw) મંગળવારના જાહેરાત કરી છે કે, દેશમાં 'ભારત ગૌરવ ટ્રેનો' (bharat gaurav trains) ચલાવવામાં આવશે. આ માટે 180થી વધારે ટ્રેનોની ફાળવણી કરવામાં આવી છે.

રેલવે પ્રધાનની મોટી જાહેરાત, ટૂરિઝ્મને વધારવા માટે ચલાવવામાં આવશે 'ભારત ગૌરવ ટ્રેનો'

author img

By

Published : Nov 23, 2021, 5:31 PM IST

  • દેશમાં 'ભારત ગૌરવ' ટ્રેનો ચલાવવામાં આવશે
  • ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ
  • 180થી વધારે ટ્રેનોની ફાળવણી કરવામાં આવી

નવી દિલ્હી: ટૂરિઝ્મ (Tourism)ને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Union Railway Minister Ashwini Vaishnaw) મંગળવારના એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, દેશમાં 'ભારત ગૌરવ ટ્રેનો' (bharat gaurav trains) ચલાવવામાં આવશે. આનું સંચાલન પ્રાઇવેટ અને IRCTC બંને દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પર્યટનને વધારવા માટે ભારતીય રેલવે સતત મહત્વના પગલાં ઉઠાવી રહી છે.

આજથી એપ્લિકેશન લેવાનું શરૂ

  • We've allocated over 180 trains for ‘Bharat Gaurav’ trains & 3033 coaches identified. We'll start taking applications from today. We've received good response. Stakeholders will modify & run the train & Railways will help in maintenance, parking & other facilities: Railways Min pic.twitter.com/Hpw90xnzu3

    — ANI (@ANI) November 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને કહ્યું કે, 'અમે ભારત ગૌરવ ટ્રેનો માટે 180થી વધારે ટ્રેનોની ફાળવણી કરી છે અને 3033 કોચોની ઓળખ કરવામાં આવી છે. અમે આજથી એપ્લિકેશન લેવાનું શરૂ કરીશું. અમને સારો પ્રતિભાવ મળ્યો છે. શેર હોલ્ડર્સ ટ્રેનોને ચલાવશે અને રેલવે દેખરેખ, પાર્કિંગ અને અન્ય સુવિધાઓમાં મદદ કરશે.' તેમણે આગળ કહ્યું કે, 'આ સંપૂર્ણ રીતે નવું સેગમેન્ટ છે. આ કોઈ રેગ્યુલર ટ્રેન સર્વિસ નથી. ભારત ગૌરવ ટ્રેનોનો મુખ્ય ઉદ્દેશ ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવાનો છે અને આના બીજા અનેક પાસા છે.'

દેશની સંસ્કૃતિને દર્શાવનારી થીમ પર આધારિત 'ભારત ગૌરવ' ટ્રેનો

તેમણે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે, "કોઈપણ ટૂર ઑપરેટર વગેરે ટ્રેનો માટે અરજીઓ આપી શકે છે અને તેને લીઝ પર લઈ શકે છે અને તેને ચલાવી શકે છે. ટૂર ઑપરેટર ભાડા નક્કી કરશે.' રેલવે પ્રધાને એ પણ કહ્યું છે કે, 'ભારત ગૌરવ' ટ્રેનો દેશની સંસ્કૃતિ, વારસાને દર્શાવનારી થીમ પર આધારિત હશે.

આ પણ વાંચો: કેન્દ્રને ઘેરવાની તૈયારી: કિસાનોની સમસ્યાને લઇને કોંગ્રેસ ડિસેમ્બરમાં કરશે વિશાલ રેલી

આ પણ વાંચો: દેશની 'સર્વોચ્ચ ન્યાયાલય' દ્વારા લોકોના સંરક્ષણ માટે લેવાયા પગલા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.