- કંપની કેન્દ્ર સરકારને ડોઝ દીઠ 150 રૂપિયાના દરે કોવૈક્સિન સપ્લાય કરે છે
- કંપનીમાં અડધાથી વધુ ઉત્પાદન ક્ષમતા કેન્દ્ર સરકારને સપ્લાય કરવા માટે અનામત
- કોવિશિલ્ડ રાજ્યને 400 અને ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયામાં વેચવાની જાહેરાત
હૈદરાબાદ: ભારત બાયોટેક કંપનીએ શનિવારે કહ્યું હતું કે, તે તેની કોવિડ-19 રસી 'કોવૈક્સિન' રાજ્ય સરકારોને ડોઝ દીઠ 600 અને ખાનગી હોસ્પિટલોને ડોઝ દીઠ 1,200 રૂપિયામાં ઉપલબ્ધ કરશે. હૈદરાબાદ સ્થિત કંપનીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એમ અલ્લાએ જણાવ્યું હતું કે, તેમની કંપની કેન્દ્ર સરકારને ડોઝ દીઠ 150 રૂપિયાના દરે કોવૈક્સિન સપ્લાય કરી રહી છે. અલ્લાએ કહ્યું છે કે, અમે કંપનીની અડધાથી વધુ ઉત્પાદન ક્ષમતા કેન્દ્ર સરકારને સપ્લાય કરવા માટે અનામત રાખવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે, કોવિડ -19, ચિકનગુનિયા, ઝિકા, કોલેરા અને અન્ય ચેપ માટેની રસી વિકસાવવા માટે જરૂરી છે કે, આ રસીનો ખર્ચ વસૂલ થવો જોઈએ.
આ પણ વાંચો: ભારત બાયોટેક કોવેક્સિનના ઉત્પાદનમાં વધારો કરશે, હવે વાર્ષિક 70 કરોડ ડૉઝ બનાવશે
ઉત્પાદનમાં મર્યાદિત ક્ષમતાની સમસ્યાનું સમાધાન લાવશે
કંપનીએ નિકાસ માટેના બજારમાં 15થી 20 ડોલરની કિંમત રાખી છે. આ અગાઉ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) એ તેની કોવિડ-19 રસી કોવિશિલ્ડ રાજ્ય સરકારોને ડોઝ દીઠ 400 રૂપિયા અને ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયામાં વેચવાની જાહેરાત કરી હતી. SIIએ એમ પણ કહ્યું હતું કે, તે આગામી 2 મહિનામાં રસી ઉત્પાદનમાં વધારો કરીને મર્યાદિત ક્ષમતાની સમસ્યાનું સમાધાન લાવશે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે મુંબઈની હાફકિન ઈન્સ્ટિટ્યૂટને કોવેક્સિન બનાવવા મંજૂરી આપી
90 ટકા ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડના ડોઝ
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, અમારી ક્ષમતાનો 50 ટકા હિસ્સો ભારત સરકારના રસીકરણ કાર્યક્રમ માટે હશે અને બાકીનો 50 ટકા રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલોને આપવામાં માટે રાખવામાં આવશે. વધુમાં કહ્યું હતું કે, અમેરિકન રસીની કિંમત ડોઝ દીઠ રૂ. 1,500 છે. જ્યારે રશિયા અને ચીનમાં રસીની કિંમત માત્રા દીઠ 750 રૂપિયા છે. બુધવારે જાહેર કરેલા સરકારી આંકડા મુજબ, દેશમાં કોવિડ-19ની 12.76 કરોડ રસીઓના 90 ટકા ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકાના કોવિશિલ્ડના ડોઝ લગાવવામાં આવ્યા છે.