હૈદરાબાદ: મે 2022ના બીજા અઠવાડિયામાં લગ્ન (Marriage Murhut in May 2022) તથા ગૃહ પ્રવેશ માટે જુદા જુદા શ્રેષ્ઠ મૂહુર્ત છે. આ મૂહુર્તમાં કોઈ પણ સારા કામની શરૂઆત (New begining in May )કરી શકાય છે. તારીખ 8 મેથી આ મૂહુર્ત શરૂ થઈ ગયા છે. જે 14 સુધી ચાલશે. જ્યારે એ પછી લગ્ન (Marriage Ceremony in May 2022) કરવા માટેના ચાર સારા મૂહુર્ત છે. ગૃહ પ્રવેશ માટે કુલ ચાર સારા મૂહુર્ત (Best time for shift in new Home 2022) છે. જેમાં કેટલાક લોકો પોતાના સંતાનોનું મુંડન પણ કરાવી શકે એમ છે. મુંડન સંસ્કાર માટે પણ આ મૂહુર્તને શ્રેષ્ઠ માનવામાં આવે છે. મુંડન સંસ્કાર માટે બે મૂહુર્ત સારા છે. જોકે, અખાતરી ત્રીજથી જ લગ્ન અને સગાઈ (Marriage and Engagement in May 2022) માટેના મૂહુર્ત શરૂ થઈ જાય છે. આ દિવસે ભગવાન જગન્નાથજીના રથની (Rath Pooja At Jagannath Temple) પણ વિધિવત પૂજા કરવામાં આવે છે.
આ પણ વાંચો: Indian culture: વિદેશી યુગલે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ રીતિ-રીવાજ મુજબ લગ્ન કર્યા
લગ્ન માટેનો શ્રેષ્ઠ સમય: જે કપલ્સ મે મહિનામાં લગ્ન કરવાનું આયોજન કરે છે એમના માટે મે મહિનાના બીજા અઠવાડિયામાં શ્રેષ્ઠ મૂહુર્ત છે. તારીખ 9, 10, 11 અને 12 મે એમ ચાર દિવસ સારા છે. એમાંથી કોઈ પણ તારીખની પસંદગી કરીને સંસાર શરૂ કરી શકાય છે. આ ચાર દિવસને લગ્ન માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. ગ્રહ નક્ષત્રના યોગથી જે શુભ યોગ રચાય છે એને શુભ મૂહુર્ત ગણવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચૈત્ર મહિનાની પૂનમ બાદ લગ્નથી લઈને તમામ નવી શરૂઆત માટે શ્રેષ્ઠ દિવસો શરૂ થાય છે. આ દિવસો સિવાય 13, 17, 18, 20, 25, 26 અને 31 મેના દિવસોને પણ લગ્ન માટેના શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે.
ગૃહ પ્રવેશ માટે: જો તમારૂ મકાન તૈયાર છે અને મેના બીજા અઠવાડિયામાં ઘરમાં પ્રવેશ કરવા માંગો છો, તો આ અઠવાડિયે 4 દિવસને શુભ સમય માનવામાં આવે છે. તારીખ 11મી મે, 12મી મે, 13મી મે અને 14મી મેમાંથી કોઈપણ દિવસે અનુકૂળતા મુજબ ઘરમાં પ્રવેશ કરી શકાય છે.
11 મે, દિવસ: બુધવાર, 07:28 PM થી બીજા દિવસે 05:33 AM
12 મે, દિવસ: ગુરુવાર, સવારે 05:32 થી સાંજે 06:53 સુધી
13 મે, દિવસ: શુક્રવાર, 06:49 PM થી બીજા દિવસે 05:31 AM
14 મે, દિવસ: શનિવાર, સવારે 05:31 થી બપોરે 03:24 સુધી
આ પણ વાંચો: Amreli Bullock cart merrage: અમરેલી જિલ્લામાં પ્રાચીન પરંપરાને ઉજાગર કરતી જાન બળદગાડામાં પરણવા માટે નીકળી
મુંડન મુહૂર્ત માટેનો સમય: જો બાળકની મુંડન વિધિ મેના બીજા સપ્તાહમાં કરવાની હોય તો તારીખ 13 મે થી 14 મે વચ્ચેનો કોઈપણ દિવસ નક્કી કરી શકો છો. આ બે દિવસોમાં મુંડન માટેનો શુભ સમય છે. જ્યારે તારીખ 8મી મે, 12મી મે અને 13મી મે નામકરણ માટેના શુભ દિવસો છે. આ ત્રણમાંથી કોઈપણ એક દિવસે તમારા બાળકના નામકરણની વિધિ કરી શકો છો. જ્યારે મેના બીજા સપ્તાહમાં જનોઈ અથવા ઉપનયન વિધિ માટે બે દિવસ શુભ છે. તારીખ 12 મે અથવા 13 મેના કોઈપણ એક દિવસે જનોઈ અથવા ઉપનયન સંસ્કાર કરી શકો છો. આ બંને દિવસો માટેના શુભ મુહૂર્તમાં તારીખ 12 મે, દિવસ: ગુરુવાર, સવારે 05:33 થી 07:18 સુધી અને તારીખ 13 મે, દિવસ: શુક્રવાર, સવારે 05:32 થી બપોરે 01:03 વાગ્યા સુધીનો સમાવેશ થાય છે.