ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં શુક્રવારે એક ટ્રેનમાં આગજની બાદ બે બાળકો સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. આ ટ્રેન ભારતીય સરહદ નજીક આવેલા શહેર બેનાપોલથી આવી રહી હતી. અધિકારીઓએ આ અંગેની માહિતી આપી હતી.
-
Bangladesh: 4 dead as Benapole Express train catches fire; police terms 'planned attack"
— ANI Digital (@ani_digital) January 5, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/eLtADbixJd#Bangladesh #BenapoleExpress #Fire pic.twitter.com/XsG73Foipt
">Bangladesh: 4 dead as Benapole Express train catches fire; police terms 'planned attack"
— ANI Digital (@ani_digital) January 5, 2024
Read @ANI Story | https://t.co/eLtADbixJd#Bangladesh #BenapoleExpress #Fire pic.twitter.com/XsG73FoiptBangladesh: 4 dead as Benapole Express train catches fire; police terms 'planned attack"
— ANI Digital (@ani_digital) January 5, 2024
Read @ANI Story | https://t.co/eLtADbixJd#Bangladesh #BenapoleExpress #Fire pic.twitter.com/XsG73Foipt
શું હતો ઘટનાક્રમ? ઘટના સંદર્ભે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના દેશમાં સામાન્ય ચૂંટણીના બે દિવસ પહેલા બની છે, જેનો બાંગ્લાદેશના મુખ્ય વિરોધી પક્ષ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના લગભગ રાત્રે 9 વાગ્યે બની હતી, જેમાં પશ્ચિમ બંગાળની સરહદે આવેલા શહેર બેનાપોલથી ઓપરેટ થતી બેનાપોલ એક્સપ્રેસના ચાર કોચમાં આગચંપી કરવામાં આવી હતી. ઘટના સમયે ટ્રેન તેના ગંતવ્ય સ્થાન, કમલાપુર રેલવેની નજીક હતી. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના પ્રવક્તા શાહજહાં શિકંદરે ઘટનાસ્થળે પત્રકારોને જણાવ્યું કે અત્યાર સુધીમાં અમે ચાર મૃતદેહો બહાર કાઢ્યા છે અને શોધખોળ હજુ ચાલુ છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેનમાં લગભગ 292 મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગના ભારતથી પરત ફરી રહ્યા હતા. ટ્રેન ગોપીબાગ વિસ્તારમાં પહોંચતા જ તેમાં આગચંપી કરવામાં આવી.
રેલવે પોલીસનું અનુમાન: ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે તેઓએ પોતાને મુસાફરો તરીકે દર્શાવ્યા હશે. વધુમાં, ઢાકા રેલ્વે પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર અશરફ હુસૈને જણાવ્યું હતું કે તેમને રાત્રે 9.07 વાગ્યાની આસપાસ ઈમરજન્સી સર્વિસ નંબર પરથી આગની માહિતી મળી હતી. જોકે, પોલીસ અધિકારીઓને હજુ પણ આશંકા છે કે લોકો ટ્રેનની અંદર ફસાયેલા હોઈ શકે છે, ઢાકા ટ્રિબ્યુન અહેવાલ આપે છે.