નવી દિલ્હી: બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર (Bangalore Kempegowda Airport) એરલાઇનનું એક વિમાન 50થી વધુ મુસાફરોને લેવાનું (delhi Go First Flight took off without passengers) ભૂલી ગયું હતું. જે મામલે એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ GoFirst પાસેથી જવાબ (dgca sought report from go first) માંગ્યો છે. (Bangalore Kempegowda Airport)
મુસાફરો વિના વિમાને ભરી ઉડાન: આ ઘટના સોમવારે સવારે 5.45 વાગ્યાની આસપાસ બની હતી. મુસાફરોને રનવે પર પાર્ક કરેલા વિમાન સુધી લઈ જવા માટે કુલ ચાર બસો રવાના કરવામાં આવી હતી. 1 બસમાં 50થી વધુ મુસાફરોને છોડી દેવામાં આવ્યા હતા અને માત્ર 1 બસના મુસાફરો સાથે વિમાને ઉડાન ભરી હતી.
આ પણ વાંચો: જામનગરના એરપોર્ટ પર મોસ્કો-ગોવા ફ્લાઈટમાં બોંબ ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ
મુસાફરોમાં ભારે રોષ: આ ફ્લાઈટ સોમવારે સાંજે 6.40 કલાકે ત્યાંથી રવાના થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુસાફરો શટલ બસમાં રાહ જોતા રહ્યા. આ ઘટનાને લઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રાઉન્ડ સ્ટાફને આ બાબતે કોઈ જ જાણકારી નહોતી. તેમણે મુસાફરોના બોડિંગ પાસ જોયા, ત્યારે આ સમસ્યાની જાણ થતાં એરપોર્ટમાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે મુસાફરોએ રોષ પ્રગટ કર્યો હતો. ત્યારબાદ અધિકારીઓએ યાત્રીઓને સમજાવવાના પ્રયાસ કર્યા હતો.
એરલાઈન્સને માંગી માફી: જ્યારે એરલાઈન્સને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે એરપોર્ટ પર રવાના થયેલા મુસાફરોને ચાર કલાક બાદ બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. 55માંથી 53 મુસાફરોને દિલ્હી માટે અન્ય એરલાઇનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 2 મુસાફરોએ રિફંડ માંગ્યું હતું, જે એરલાઇન દ્વારા ચૂકવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ઈન્ડિગો ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે છેડતી કરવા બદલ યુવકોની ધરપકડ
DGCAએ માંગ્યો રિપોર્ટ: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઈન પાસેથી આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક ટ્વીટના જવાબમાં એરલાઈને મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગી છે. આ વિમાનમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તેઓ બેંગ્લોરથી દિલ્હીની ફ્લાઈટમાં બેસી શકશે નહીં.
સોશિયલ મીડિયા પર પ્રગટ કર્યો રોષ: આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ કોમેન્ટ કરી હતી. એક પેસેન્જરે ટ્વીટ કર્યું. ફ્લાઇટ G8 116 (BLR-DEL) મુસાફરોને લીધા વિના જ ઉડાન ભરી! અન્ય એક ટ્વીટર યુઝરે ફરિયાદ કરતા લખ્યું- બેદરકારીની ચરમસીમા! @DGCAIndia।