- રામ કી પૈડી સંકુલમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન
- દીવાઓના સૌથી મોટા પ્રદર્શન માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
- યોગીએ કહ્યું - રામ દરેકને જોડે છે
અયોધ્યા: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) બુધવારે સાંજે દીપોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. આ પછી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની ભૂમિકા ભજવતા કલાકારોનું સ્વાગત કર્યું. આ સાથે CM યોગીએ ભગવાન રામ અને માતા સીતાની ભૂમિકા ભજવતા કલાકારોનો પ્રતિકાત્મક રાજ્યાભિષેક કર્યો હતો.
રામરાજનું વિઝન સાકાર થઈ રહ્યું છે
આ દરમિયાન CM યોગીએ કહ્યું, રામરાજનું વિઝન સાકાર થઈ રહ્યું છે. રામ દરેકને જોડે છે. CMએ કહ્યું કે, 2017થી એક નારો ગુંજતો હતો, યોગી એક કામ કરો, મંદિરનું નિર્માણ કરો. CMએ કહ્યું કે, પહેલા રામ ભક્તો પર ગોળીઓ ચલાવવામાં આવતી હતી, આજે ફૂલોનો વરસાદ થાય છે. મંદિર નિર્માણને હવે કોઈ રોકી શકશે નહીં. PM મોદીની મદદથી અયોધ્યામાં 2017થી ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
661 કરોડ રૂપિયાના 50 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
-
#WATCH | Earthern lamps lit up on the bank of Saryu river in Ayodhya as part of the Deepotsav celebration on the occasion of #Diwali pic.twitter.com/lkFfnv6oKk
— ANI UP (@ANINewsUP) November 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Earthern lamps lit up on the bank of Saryu river in Ayodhya as part of the Deepotsav celebration on the occasion of #Diwali pic.twitter.com/lkFfnv6oKk
— ANI UP (@ANINewsUP) November 3, 2021#WATCH | Earthern lamps lit up on the bank of Saryu river in Ayodhya as part of the Deepotsav celebration on the occasion of #Diwali pic.twitter.com/lkFfnv6oKk
— ANI UP (@ANINewsUP) November 3, 2021
આ પ્રસંગે CM યોગીએ અયોધ્યામાં 661 કરોડ રૂપિયાના 50 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમારી સરકારે 5 વર્ષ પહેલા અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો હતો અને ત્યારથી આ પ્રસંગ સતત નવી ઊંચાઈઓને સ્પર્શતો જોવા મળી રહ્યો છે. રામજન્મભૂમિમાં ભવ્ય રામ મંદિરના નિર્માણ સાથે પર્યટનની ઘણી શક્યતાઓ સામે આવી છે, એ શક્યતાઓને આગળ વધારવામાં મદદ મળશે.
સરયૂ કિનારે ભવ્ય કાર્યક્રમ
ઉલ્લેખનીય છે કે, અયોધ્યાના પવિત્ર સરયૂ કિનારે આવેલી રામ કી પૈડી સંકુલમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે, 12 લાખ દીવાઓ પ્રગટાવીને દીપમાલા સમગ્ર વિશ્વને રોશન કરી રહી છે, આ માત્ર એક વિશ્વ રેકોર્ડ નથી પરંતુ સમગ્ર વિશ્વને ભગવાન રામની ગરિમાનો સંદેશ છે.
આ પણ વાંચો: રશિયા ફરીથી ભારતનું ટોચનું સંરક્ષણ ભાગીદાર બન્યું, ફ્રાન્સને પાછળ છોડ્યું
આ પણ વાંચો: WHOએ ભારત બાયોટેકની 'કોવેક્સિન'ને ઇમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી