ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - ASTROLOGY PREDICTIONS OF 30 MAY 2021

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ....

rashifal
rashifal
author img

By

Published : May 30, 2021, 6:21 AM IST

મેષ: આપ ઘરની બાબતો અંગે વધારે પડતું ધ્‍યાન આપો. કુટુંબના સભ્‍યો સાથે બેસીને મહત્‍વની ચર્ચા વિચારણાઓ કરશો તથા ઘરની કાયાપલટ કરવા માટે કંઇક નવી ગોઠવણ અંગે વિચારશો. આજે આપ જે કાર્ય કરશો તેમાં સંતોષનો અનુભવ થશે. સ્‍ત્રીઓ તરફથી લાભ મળવાની આજે શક્યતા છે. માતા સાથેના સંબંધો આજે સારા રહે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે અગત્‍યના મુદ્દાઓ અંગે વિચારવિમર્શ થાય. ઉત્‍સાહ મંદ ન પડી જાય તેનું ધ્‍યાન રાખવું.

વૃષભ: વિદેશ વસતા સ્‍નેહી કે મિત્રના સમાચાર આપને આનંદવિભોર કરી દેશે. અગર આપ વિદેશ જવાની પેરવીમાં હશો તો આપના માટે તકો ઉભી થાય. લાંબા અંતરની મુસાફરી કરવાનો પ્રસંગ ઉભો થાય. એકાદ ધાર્મિક સ્‍થળની મુલાકાત આપને આનંદ પમાડશે. ઓફિસ કે વ્‍યવસાયના સ્‍થળે કાર્યનું ભારણ વધારે રહે. વેપારધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે.

મિથુન: આજે આપને નિષેધાત્‍મક વિચારોથી વેગળા રહેવાની સલાહ આપવામાં આવે છે. નવા કાર્યનો આરંભ કે રોગપચાર માટે નવી સારવાર શરૂ કરવી હિતાવહ નથી. ગુસ્‍સાની લાગણીને કાબુમાં રાખી વ્યવહારુ અભિગમ અપનાવતા શીખવું પડશે. વધુ પડતો ખર્ચ આપને નાણાંભીડ કરાવી શકે છે. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહવું. પરિવારજનો અથવા તો સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ ટાળવા માટે જેટલો આત્મસંયમ રાખશો એટલા વધુ ફાયદામાં રહેશો. શક્ય તેટલા નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું. તબિયત સંભાળવી. આધ્યાત્‍મ અને ઇશ્વરની પ્રાર્થનાથી રાહત મળે.

કર્ક: આજે આપનો સમગ્ર દિવસ મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં પસાર થશે. વિજાતીય વ્‍યક્તિઓથી મિલન મુલાકાત યોજાય. મોજશોખના સાધનો, વસ્‍ત્રો વગેરેની ખરીદી થાય. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળે. ઉત્તમ ભોજન મળે વાહનસુખ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. જાહેર સન્‍માન મળે. વ્‍યવસાય ક્ષેત્રે લાભદાયી દિવસ નીવડે. તંદુરસ્‍તી સારી રહે. ઉત્તમ દાંપત્ય સુખની પ્રાપ્તિ થાય.

સિંહ: આજનો દિવસ મિશ્રફળદાયી પસાર થાય તેવા સંજોગો બની રહ્યા છે. ઘરમાં શાંતિનું વાતાવરણ હોય. નોકરીના ક્ષેત્રે સહકાર્યકરોનો સહકાર મળે. રોજિંદા કામો સારી રીતે પાર પડે. શત્રુઓ અને હરીફોનો પરાજય થાય. નોકરીમાં ઉચ્‍ચ હોદ્દેદારો સાથે વાદવિવાદ ટાળવો. મોસાળ પક્ષ તરફથી કોઇ સમાચાર આવે. ઉદાસીનવૃત્તિ અને શંકાની ભાવના આજે તમારામાં રહે આરોગ્‍ય સામાન્‍ય રહે. વધુ મહેનતે ઓછું ફળ મળે.

કન્યા: આજે આપને સંતાનોની બાબતોમાં થોડી દોડધામ રહેશે. મનમાં ચિંતા ઉદ્વેગની શક્યતા હોવાથી મેડિટેશન કરવું. અજીર્ણ વગેરે પેટની ફરિયાદો રહે. વિદ્યાભ્‍યાસમાં મહેનત વધારવાની સલાહ છે. આકસ્મિક ધનખર્ચને પહોંચી વળવા માટે પૂર્વતૈયારી રાખવી. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું. પ્રેમીજનો સાથે મિલાપ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મિલન-મુલાકાત થાય. શેરસટ્ટાથી સાવધાન રહેવું.

તુલા: આજના દિવસે આપ વધુ પડતા લાગણીશીલ બનશો. વધુ પડતા વિચારો આપને માનસિક રીતે થોડાં અસ્‍વસ્‍થ કરશે. માતા અને સ્‍ત્રી સંબંધિત બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે અને કદાચ તેમને વધુ સમય પણ આપવો પડશે. મુસાફરી માટે આજનો દિવસ અનુકૂળ નથી. પાણીથી સંભાળવું. પૂરતી ઊંઘ ન મળવાના કારણે માનસિક બેચેની અનુભવો માટે આરામને મહત્ત્વ આપજો. કૌટુંબિક કે જમીન મિલકતને લગતી ચર્ચાઓમાં સાવધાનીપૂર્વક વર્તવું.

વૃશ્ચિક: આજે સમગ્ર દિવસ દરમ્‍યાન આપ ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ કરશો. નવા કાર્યનો શુભારંભ કરી શકશો. સહોદરોથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. મિત્રો સ્‍વજનો સાથે મુલાકાત થાય. કોઇપણ કાર્યમાં સફળતા મળશે. આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ધિના યોગ છે. ભાઇબહેનથી લાભ થાય. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળે. સ્‍નેહાળ સંબંધો બંધાય. પ્રિયતમાનું સાનિધ્‍ય સાંપડે. ટૂંકી મુસાફરી થવાના પણ સંજોગ છે.

ધન: આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનારો હશે. નિરર્થક ધનખર્ચ થાય. ચિત્તમાં ગ્‍લાનિ રહ્યા કરે. કુટુંબીજનો અને કાર્યસ્થળે સહકર્મીઓ સાથે કોઈ ગેરસમજ કે મનદુઃખની ઘટના ટાળવા માટે વર્તન અને વાણી સ્પષ્ટ રાખજો અને ટૂંકમાં વાત પતાવજો. કાર્યોમાં ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે. દ્વિધાયુક્ત મનોસ્થિતિના કારણે અગત્યના નિર્ણય લેવામાં તકલીફ થાય. દૂરના સ્‍થળે સંદેશવ્‍યવહારથી આપને ફાયદો થાય. કાર્યબોજ વધે.

મકર: આપની આજની સવાર ઇશ્વરના નામ સ્‍મરણમાં પસાર થાય. પાઠ પૂજા ધાર્મિક કાર્ય કરો. આજે નોકરી- વ્‍યવસાયમાં પણ આપના માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. આપનું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય. માન- સન્‍માન મળે. ઓફિસમાં ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િ રહે. નોકરીમાં બઢતીના યોગ છે. મિત્રો- સ્‍નેહીઓ તરફથી ભેટસોગાદ મળવાથી આનંદ થાય. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે. આરોગ્‍ય સારું રહે. સામાન્‍ય પડવા વાગવાથી સંભાળવું.

કુંભ: નાણાંની આપ-લે તેમજ જામીનગીરીને લગતા કામકાજોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ના કરતા. આપના મનમાં એકાગ્રતા ઓછી રહેશે જેથી શક્ય હોય ત્યાં સુધી અતિ મહત્વના કાર્યો ટાળવા અથવા જરૂર પડ્યે અન્યોની મદદ લેવી. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની સલાહ છે. ખોટી જગ્યાએ મૂડી રોકાણ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. પરિવારજનો સાથે વાતચીત અને વ્યવહારમાં પારદર્શકતા રાખવી. અકસ્માતથી બચવા માટે બિનજરૂરી ઉતાવળ અને કારણ વગરની દોડધામ ટાળવાની સલાહ છે.

મીન: આજે આપને મિત્રોથી વિશેષ લાભ થાય અને મિત્રો પાછળ ખર્ચ પણ થાય. સામાજિક કાર્યોમાં વધારે અભિરૂચિ રહે. વડીલ વ્‍યક્તિઓ તેમજ મિત્રો સાથે સંપર્ક વ્‍યવહાર કરવાનું થાય. રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન કરી શકશો. નવા મિત્રો બને અથવા તેમનો સંપર્ક થાય. જે ભવિષ્યમાં આપના માટે લાભદાયક સાબિત થાય. ઘરમાંથી શુભ સમાચાર મળે. સંતતિથી સારો લાભ થાય. આકસ્મિક ધનલાભનો યોગ છે. દૂર વસતા સ્‍નેહીઓના સમાચાર જાણવા મળે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.