મેષ: આજે આપ સાંસારિક બાબતો ભૂલીને આધ્યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે. આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સારો યોગ છે. બોલવા પર સંયમ રાખવાથી કોઈ અનર્થ નહીં સર્જાય. હિતશત્રુઓ હાનિ કરી શકે છે માટે સતર્ક રહેવું. નવા કાર્યની શરૂઆત ન કરવી.
વૃષભ: આજે આપનું ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. તેમની સાથે નાનકડા પ્રવાસનું પણ આયોજન કરી શકશો. દૂર વસતા આપ્તજનના સમાચારથી આપને ખુશી થશે. અચાનક ધન પ્રાપ્તિની શક્યતા નકારી શકાય નહીં. પરદેશ સાથે સંપર્ક સાધવો.
મિથુન: આજના દિવસ આપના માટે શુભફળદાયક છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આપના મનને પ્રફુલ્લિત રાખશે. આપને કાર્યમાં સફળતા અને યશકીર્તિ મળે તેમજ અટકી પડેલાં કાર્યો પૂરા થાય. આર્થિક લાભ મળે. ખર્ચનું પ્રમાણ વધે પરંતુ ખર્ચ યોગ્ય રીતે થાય. શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. સ્વભાવમાં ક્રોધ વધારે હોય. તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે. સામાજિક માન- પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. વિરોઘીઓ સામે આપને સફળતા મળે.
કર્ક: આજનો દિવસ શાંત ચિત્ત રાખી પસાર કરવાની સલાહ છે. આજે આપનું શારીરિક અને માનસિક આરોગ્ય નરમગરમ રહે. મનમાં ચિંતા, ઉદ્વેગ રાખશો તો શરીરમાં પેટની પીડા હેરાન કરી શકે છે. ઓચિંતા ધનખર્ચને પહોંચી વળવા માટે તૈયારી રાખવી. પ્રેમીજનો વચ્ચે કોઇ મનદુ:ખ ટાળવા માટે તમારે સંબંધોનું સિંચન કરવામાં બાંધછોડની નીતિ રાખવી પડશે. અન્ય વિજાતીય પાત્ર પરત્વેના આકર્ષણથી આપની વચ્ચે તણાવ આવી શકે છે. આજે યાત્રા પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળવાની સલાહ છે. નવા કાર્યનો પ્રારંભમાં પણ અપેક્ષા કરતા ઓછી સફળતા જણાઈ રહી છે.
સિંહ: આજે શારીરિક, માનસિક રીતે આપ થોડા અસ્વસ્થ અને બેચેન રહેશો. ઘરમાં સ્વજનો સાથે અણબનાવનો ટાળવા માટે કોઈ મોટી ચર્ચામાં ના પડવું અથવા પોતાની વાત સાચી ઠેરવવાની જીદ છોડવી. માતા સાથે મનદુ:ખ ટાળવા માટે તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. જમીન, મકાન, વાહન વગેરે બાબતોમાં મહત્ત્વના કાગળિયા પર સહીસિક્કા કરવામાં સાવધાની રાખવી. મન ભાવનાઓથી આર્દ્ર બની શકે છે. નકારાત્મક વિચારો મનમાંથી કાઢી નાખવા.
કન્યા: કોઇપણ કાર્યમાં અવિચારી પગલું ન લેવાની આપને સલાહ આપવામાં છે. ભાઇબહેનો સાથે સુમેળભર્યા સંબંધ રહે. મિત્રો સ્વજનો સાથે મુલાકાત થાય. દરેક કાર્યમાં સફળતા મળે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળે. આર્થિક લાભની શક્યતાઓ છે. પ્રિયપાત્રનો સંગાથ મળે. જાહેર માન- સન્માન મળે.
તુલા: મનની દ્વિધાઓ આપને કોઇ ચોક્કસ નિર્ણય પર ન આવવા દે માટે મહત્ત્વના નિર્ણય લેવામાં સાવચેતી રાખવી. અગત્યના કાર્યોની શરૂઆત માટે આજે સમય યોગ્ય ન હોવાનું જણાઈ રહ્યું છે. આપના જડ વલણથી મનદુ:ખ ઉભું થાય. વલણમાં બાંધછોડ કરવી આવશ્યક રહેશે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ટાળવો. સ્વાસ્થ્ય સંભાળવું. આર્થિક લાભ થાય.
વૃશ્ચિક: વર્તમાન સમયમાં આપ તન મનની પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાશે. મિત્રો, સગાંસ્નેહીઓ જોડેની મુલાકાત આનંદમય રહે. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સંભવિત બને અને તેમાં સફળતા મળે. પર્યટન પ્રવાસની શક્યતાઓ છે. દાંપત્યજીવન સુખમય રહેશે.
ધન: આજનો દિવસ થોડો સંભાળીને ચાલવા જેવો છે. પરિવારના સભ્યો સાથે કોઈ બાબતે મનદુ:ખ હોય તો શાંતિથી ચર્ચા કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. સ્વભાવમાં ક્રોધ અને આવેશને અંકુશમાં રાખવાની સલાહ છે. આરોગ્યપણ વિશેષ કાળજી લેવાની ટકોર કરવામાં આવે છે. વાણી અને વર્તનમાં સંયમ રાખવાથી આપની ઘણી સમસ્યાઓ આવતા પહેલા જ ઉકેલાઈ જશે. અકસ્માતથી બચવા માટે બિનજરૂરી ઉતાવળ ટાળવી. નાણાં ખર્ચ વધુ પડતો થાય. અદાલતને લગતા કામકાજોમાં સાવધાનીપૂર્વક પગલું ભરવું.
મકર: નોકરી ધંધા, સમાજ તેમજ બીજા દરેક ક્ષેત્રોમાં આજનો દિવસ ફાયદાકારક નિવડશે. સગા-સંબંધીઓ અને મિત્રો સાથે બહાર ફરવા જવાની યોજના બનશે. શુભ પ્રસંગોમાં હાજરી આપી શકશો. પરિવારજનો તેમજ સ્ત્રી મિત્રોથી લાભ મેળવી શકશો. લગ્નોત્સુકો લગ્ન ગ્રંથિથી જોડાઇ શકશે. પ્રવાસ થવાની શક્યતા પણ છે.
કુંભ: આજે આપના દરેક કાર્યો વિઘ્ન વગર પૂરા થશે અને આપ ખુશી અનુભવશો. નોકરી કે વ્યવસાય ક્ષેત્રે સમય સારો છે અને આપ સફળતા મેળવી શકશો. વડીલો અને ઉચ્ચ અધિકારીઓની મદદને કારણે આપની ચિંતાઓમાં ઘટાડો થશે. આપના દાંપત્યજીવનમાં ખુશીનો માહોલ રહેશે અને આપ આવકમાં વૃદ્ધિ તેમ જ હોદ્દામાં બઢતી મેળવો તેવી પણ શક્યતા છે.
મીન: આજે નકારાત્મકતા આપના પર હાવિ ન થઇ જાય તેનું ધ્યાન રાખવું પડશે. માનસિક અજંપાને કારણે આપને તકલીફ અનુભવાશે. આપને સ્વાસ્થ્ય અંગે સમસ્યાઓ રહ્યા કરે. નોકરીના સ્થળે ઉચ્ચ અધિકારીઓથી સાચવવુ પડશે. સંતાનોની ચિંતા રહ્યા કરે. વિરોધીઓ તમારા માર્ગમાં અંતરાય ઊભા કરી શકે. આજે કોઇ મહત્વના નિર્ણયો ન લેશો.