ETV Bharat / bharat

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Your Daily Horoscope

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : May 28, 2021, 6:23 AM IST

મેષઃ આજે આપને ગુસ્‍સાને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, આ ગુસ્‍સો આપના કાર્યો અને સંબંધો પણ વિપરિત અસર પાડી શકે છે. આજે મનમાં થાક, બેચેની અને કંટાળાના કારણે આપને કોઇ કામ કરવાની સ્‍ફુરણા ન થાય. તબિયતની વિશેષ કાળજી લેવી પડશે. આજે કોઇક ધાર્મિક સ્‍થળે જવાનું આયોજન શક્ય બને. કોઇક ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં આપની હાજરી રહે એવું બને.

વૃષભઃ કાર્યસફળતામાં વિલંબની શક્યતા હોવાથી સમયસર અને સારી રીતે કામ પાર પાડવા માટે અગાઉથી શિડ્યુલ બનાવજો. તબિયત સારી ન રહેતાં કામમાં મન ન લાગે અને સમયસર આપનું કામ પૂરું ન થતાં મનથી પણ આપ બેચેન રહો. આજે કોઇ નવા કામની શરૂઆત કરવાની હોય તો મુલતવી રાખવાની સલાહ છે. પેટને માફક ના આવે તેવો ખોરાક ન લેવો. વધુ પડતો કામનો બોજ રહે જેથી થાક લાગે. આજે પ્રવાસમાં વિલંબ અને અવરોધોની શક્યતા રહેશે માટે પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. આવા સમયે યોગ, ધ્‍યાન અને આધ્યાત્મિકતાનો સહારો લેવો.

મિથુનઃ આજના દિવસ દરમિયાન આપ મનોરંજન અને મોજમજામાં જ પ્રવૃત્ત રહેશો. મિત્રો અને પરિવારજનો સાથે આપને ઉત્તમ ભોજન કરવાનો તેમજ સુંદર વસ્‍ત્રો પહેરીને બહાર જવાનો પ્રસંગ ઉપલબ્‍ઘ થાય. વાહનસુખની પ્રાપ્તિ થાય. આજે વિજાતીય આકર્ષણ વધુ રહે અને તેમની સાથે મિલન- મુલાકાત સંભવે. મિત્રો અથવા પ્રયિપાત્ર સાથે આનંદદાયક યાત્રા- પ્રવાસ થાય. પ્રણય પ્રસંગો માટે આજે શુભ દિવસ છે. જાહેર સન્‍માન અને પ્રસિદ્ધ‍િના અધિકારી બનો. દાંપત્‍યજીવનનો ભરપૂર આનંદ ઉઠાવી શકશો.

કર્કઃ વર્તમાન દિવસ આપને ઘણી ખુશી અને સફળતા આપશે. ઘરમાં કુટુંબના સભ્‍યો સાથે આપનો સમય સુખ શાંતિ સાથે પસાર થાય. આજે તન અને મનથી સ્‍વસ્‍થતા અનુભવશો. જરૂરી કાર્યોમાં ખર્ચ કરો. આર્થિક લાભ માટે દિવસ સારો છે. નોકરિયાતોને ઓફિસમાં સાનુકૂળ વાતાવરણ રહે. નોકરીવર્ગથી લાભ થાય. સ્‍ત્રી મિત્રો સાથેની મુલાકાત સારી રહેશે. પ્રતિસ્‍પર્ધીઓ તેમની ચાલમાં ફાવે નહીં.

સિંહઃ વર્તમાન દિવસમાં આપનું શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે. મનમાં કલ્‍પનાના તરંગો આપને રંગીન દુનિયામાં લઇ જશે. આપને સર્જનાત્‍મક પ્રવૃત્તિ વધારે ખીલે જેના કારણે સાહિત્‍ય કલાક્ષેત્રે નવું સર્જન કરવાની પ્રેરણા થાય. પ્રિયતમા કે પ્રિયતમ સાથે રોમાંચક ક્ષણો અનુભવો. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. મિત્રો સાથે આનંદભરી મુલાકાત થાય. સ્‍ત્રી મિત્રોનો સહકાર મળે. આપ ધા‍ર્મિક પરોપકારનું કાર્ય કરો.

કન્યાઃ આજના દિવસે આપ દરેક કાર્યમાં અવરોધો અથવા વિલંબનો અનુભવ કરશો. આરોગ્‍ય પણ નાજૂક રહી શકે છે. મનમાંથી ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરવો. પરિવારજનો સાથે અણબનાવ ટાળી સૌહાર્દ વધારવાનો પ્રયાસ કરવો. જાહેરમાં માનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવું. જળાશય પાસે જવામાં આંધળુ સાહસ ના કરવું. સ્‍થાવર મિલકત, વાહન વગેરેના કાગળિયા પર સહી સિક્કા કરતા પહેલાં વિચારવાની જરૂર છે.

તુલાઃ વર્તમાન સમય ભાગ્‍યવૃદ્ધિનો હોવાનું જણાઈ રહ્યું છે. ભાઇબહેનો સાથેના સંબંધોમાં સુમેળતા રહે. કોઇ ધાર્મિક પ્રવાસનું આયોજન થાય. નવા કાર્યની શરૂઆત માટે શુભ દિવસ છે. શારીરિક માનસિક આરોગ્‍ય જળવાશે. વિદેશથી શુભ સમાચાર મળે. પ્રતિસ્‍પર્ધીઓ સામે આપને વિજય મળે. પ્રેમાળ સંબંધોના તાંતણે બંઘાઓ. ઘરમાં આનંદદાયક વાતાવરણ રહે. પ્રેમિકાનો સંગાથ મળે. જાહેર માન- સન્‍માન મળે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

વૃશ્ચિકઃ પારિવારિક કલહ કલેશને અવકાશ ન મળે તેનું ધ્‍યાન રાખવું. કુટુંબના સભ્‍યો સાથે ગેરસમજ ટાળવી. મનમાં ઉદભવતા નકારાત્‍મક વિચારોને હડસેલી દેવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાપ્રાપ્તિમાં વિદ્યાર્થીઓને વિલંબ અને એકાગ્રતાના અભાવની સમસ્યા થઈ શકે છે. બિનજરૂરી ધનખર્ચ ન થઇ જાય તેનું ધ્‍યાન રાખવું. શારીરિક તેમજ માનસિક અસ્‍વસ્‍થતા આપને બેચેન બનાવશે.

ધનઃ આજના દિવસે આપ તન-મનની સ્‍વસ્‍થતા જાળવી શકશો. આજે આપ નિર્ધારિત કાર્ય કરી શકો. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. પ્રવાસની વિશેષ કરીને ધાર્મિક પ્રવાસની શક્યતાઓ છે. પરિવાર કે સગાંસ્‍નેહીમાં ક્યાંક માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું બને. સ્‍વજનોના મિલનથી મન આનંદમાં રહે. દાંપત્‍યજીવનમાં પણ સુખ અને આનંદ મળે. આજે આપનું વલણ ન્‍યાયી રહે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. સામાજિક ક્ષેત્રે યશકીર્તિમાં વૃદ્ધિ થાય.

મકરઃ આજના દિવસે આપને થોડુંક સાવધાનીપૂર્વક ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્‍તક્ષેપ વધે. કોર્ટકચેરીના કાર્યમાં સફળતા મળે. આવક કરતાં ખર્ચ વધારે થાય. ધાર્મિક સામાજિક કાર્યોમાં વ્‍યસ્‍તતા વધે અને ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. આરોગ્‍ય અંગે ચિંતિત રહેશો. પુત્ર, સગાં- સંબંધીથી અણબનાવ થાય. વધુ મહેનતે ઓછી સફળતા મળે. માનસિક બેચેનીનો અનુભવ કરો. અકસ્‍માતથી સંભાળવું.

કુંભઃ આજે આપ નવા કાર્યો કે યોજનાની શરૂઆત કરી શકશો. નોકરી કે વ્‍યવસાયમાં લાભની પ્રાપ્તિ થશે. સ્‍ત્રી મિત્રો આપની પ્રગતિમાં નિમિત્ત બને. આર્થિક લાભની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો રહેશે. સુંદર સ્‍થળે પર્યટનનું આયોજન કરશો. સમાજમાં ખ્‍યાતિ વધશે. સંતાનોની પ્રગતિ થાય. પત્‍ની તેમજ પુત્ર તરફથી આનંદના સમાચાર મળે. અવિવાહિતો માટે લગ્‍નનો યોગ છે.

મીનઃ આપના માટે આજનો દિવસ શુભફળદાયક હોવાનું જણાઈ રહ્યું છે. કામની સફળતા અને ઉપરી અધિકારીઓના પ્રોત્‍સાહન આપના ઉત્‍સાહને દ્વિગુણિત કરશે. વેપારીઓને પણ વેપારમાં વૃદ્ધિ અને આવકમાં વધારો થાય. ઉઘરાણીના નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આરોગ્‍ય સારું રહે. પરિવારમાં સુખશાંતિ રહે. બઢતીના સંજોગ સર્જાય. સરકાર તરફથી લાભ થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.