મેષ: આજે આપની ઉપર છે તેથી આજનો દિવસ સારી રીતે પસાર કરશો. આજે સુખમય દાંપત્યજીવનની સાથે સાથે બહાર હરવા ફરવાનો અને ભાવનાં ભોજન મળવાનો યોગ છે. વાહનસુખ સારું રહે. ખોવાયેલી વસ્તુ પરત મળવાની શક્યતા છે. ગૃહસ્થ જીવનમાં આનંદ વ્યાપી રહે. વિચારોના આવેગને અંકુશમાં રાખવો. એક્સપોર્ટ- ઇમ્પોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને લાભ અને સફળતા મળે. બૌદ્ધિક ચર્ચામાં જોડાઓ તો પણ વિવાદ ટાળી સમાધાનકારી વલણ અપનાવવું પડે.
વૃષભ: આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો બની રહેશે. આપ નક્કી કરેલા કામમાં સફળતા મેળવી શકશો. આપના અધુરા કાર્યો પૂરા થશે. શારિરીક માનસિક સ્વસ્થતામાં વધારો થશે. મોસાળથી સારા સમાચાર મેળવી શકશો. ખરાબ તબિયતમાં સુધારો થશો. નોકરીમાં લાભ થઇ શકશે. નોકરીમાં સહકાર્યકરો તરફથી મદદ મેળવી શકશો.
મિથુન: આપનો આજનો દિવસ મધ્યમ રીતે પસાર થશે. નવું કામ શરૂ ન કરવાની સલાહ છે. સંતાનો અને જીવનસાથી સંબંધિત બાબતોમાં તમારો ઘણો સમય વ્યતિત થશે જેથી બીજા કાર્યોમાં ધ્યાન ઓછુ રહેશે. પેટને લગતી અજીર્ણ જેવી બીમારી હોય તેમણે ભોજન પર સંયમ રાખવો. આજે ખર્ચનું પ્રમાણ વધારે રહે. ખાસ કરીને સ્ત્રીવર્ગ પાછળ વધારે ખર્ચ કરવો પડે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે. અન્ય વ્યક્તિઓ સાથે વાદવિવાદના કારણે કોઇનું મનદુ:ખ ન થાય તેનું ધ્યાન રાખવું.
કર્ક: આજે આપનું મન થોડી ચિંતાથી ઘેરાયેલું રહે માટે વધુ પડતા અથવા બિનજરૂરી વિચારોથી દૂર રહેવું. આજે પ્રફુલ્લિતતા, સ્ફૂર્તિ અને આનંદ જાળવવા માટે સહકર્મીઓ અને પરિવાર સાથે થોડી મજાક-મસ્તી પણ કરવાની સલાહ છે. કુટુંબના સગાંસ્નેહીઓ તેમજ નિકટના સ્વજનો સાથે તકરાર ટાળીને દરેકને આદર આપવાની તેમજ સુલેહ જાળવવાની સલાહ છે. વિજાતીય પાત્ર સાથે કોઇક કારણસર વાંકુ પડે તો શાંતિથી ચર્ચા કરીને સ્થિતિ થાળે પાડવી. છાતીને લગતા રોગ હોય તેવા જાતકોએ અત્યારે સારવાર પર વિશેષ ધ્યાન આપવું.
સિંહ: આપના કાર્યોમાં સફળતા મળવાથી તેમજ પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળવાથી આપ પ્રસન્ન હશો. ભાઇબહેન સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. તેમના તરફથી લાભ થવાની સંભાવના છે. કોઇ રમણીય સ્થળની મુસાફરી દોસ્તો અને સ્હેનીજનો સાથે થાય. આરોગ્ય સારું રહે. પ્રિયપાત્રની મુલાકાતથી આપ રોમાંચ અનુભવો. આર્થિક લાભનો સંકેત મળે છે. મન ઉદ્વેગરહિત હશે. ભાગ્યવૃદ્ધિ થાય. ગાઢ પ્રેમાળ સંબંધો બંધાય. ચિત્તની પ્રસન્નતા વધશે. નવા કાર્યો કરવા માટે શુભ દિવસ છે.
કન્યા: પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વાણીની મીઠાશથી આપ ધાર્યું કામ કઢાવી શકશો. આરોગ્ય સારું રહેશે. બૌદ્ધિક ચર્ચાઓ થાય પરંતુ વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. મિષ્ટાન્ન ભોજન મળે. પ્રવાસની શક્યતા છે. ખોટો ખર્ચ ન થાય તેનાથી સંભાળવું. વિદ્યાર્થીઓ માટે થોડો કપરો સમય રહેશે.
તુલા: આજે આપ દરેક કાર્ય દૃઢ આત્મવિશ્વાસ સાથે કરશો. આર્થિક આયોજનો સરળતાથી પાર પડે. તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ થાય. વસ્ત્રો, ઘરેણાં તેમજ મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થાય. વિચારોમાં દૃઢતા આવે. સર્જનાતમક પ્રવૃત્તિઓ કરી શકશો.
વૃશ્ચિક: આજે વાતચીત દરમ્યાન કોઇ સાથે ખોટી ગેરસમજ ન થાય તેની તકેદારી રાખવી. બિનજરૂરી ઉતાવળ, ઝડપી ડ્રાઈવિંગ, જોખમી કાર્યો, આંધળા સાહસથી દૂર રહેવું જેથી ઈજાની કોઈપણ સંભાવનાથી બચી શકો. નકારાત્મક વિચારોને મનમાંથી દૂર કરવા. આજે મોજશોખ મનોરંજન પાછળ વિશેષ ખર્ચ થાય. સગાં- સંબંધીઓને વધુ આદર આપીને તેમની ખુશીમાં પોતાની ખુશી શોધવી.
ધન: આજનો દિવસ આપના માટે લાભકારી રહેશે. આજે ગૃહસ્થ જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકશો. પ્રિયપાત્ર સાથે આનંદદાયક મિલન થાય. પ્રેમનો સુખદ અનુભવ થાય. મિત્રો સાથે સુંદર સ્થળે પ્રવાસનું આયોજન થાય. આવકમાં વૃદ્ધિના સંકેત છે. સ્ત્રી મિત્રોથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.
મકર: આજે આપને વેપાર સંબંધી કાર્યોમાં લાભ થશે. ઉઘરાણી, પ્રવાસ, આવક વગેરે માટે સારો દિવસ છે. સરકાર તથા મિત્રો સંબંધીઓથી ફાયદો થાય. તેમના તરફથી ભેટ સોગાદો મળવાથી આનંદ થાય. પરંતુ આગ- પાણી અને વાહન થકી થતા અકસ્માતોથી સંભાળવું. વ્યાવસાયિક કામ અંગે દોડધામ વધશે. બાળકોના અભ્યાસ અંગે આપ સંતોષની લાગણી અનુભવશો. માન- પ્રતિષ્ઠામાં વધારો થાય.
કુંભ: આપનો આજનો દિવસ મિશ્રફળદાયક રહેશે. શરીરમાં આપને થોડી અસ્વસ્થતા અનુભવાય એમ છતાં માનસિક રીતે સ્વસ્થ રહેશો. શરીરમાં સ્ફૂર્તિ ઓછી રહે તેથી કામ કરવાનો ઉત્સાહ ઓછો રહે. જો વધુ થાકેલા હોવ તો થોડો આરામ કરી લેવો. ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરતી વખતે વધુ સૌમ્ય રહેવું. મોજશોખ પાછળ ધનખર્ચ થાય. મુસાફરીની શક્યતા છે. વિદેશથી સમાચાર મળે. સંતાનો સંબંધિત બાબતોમાં વધુ સમય આપવો પડશે. હરીફો સાથે ઉંડા વાદવિવાદમાં ન પડવું.
મીન: આકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારીવર્ગના રોકાયેલા નાણાં છૂટા થશે. આજે આપને શારીરિક અને માનસિક રીતે વધારે પરિશ્રમ કરવો પડે. આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. અનૈતિક કામથી દૂર રહેવાની ખાસ સલાહ છે. આધ્યાત્મિક વિચારો અને વલણ આપને ગેરમાર્ગે જતા રોકશે.