ETV Bharat / bharat

ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરુવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

જાણો તમારૂ રાશિફળ
જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Nov 26, 2020, 6:30 AM IST

મેષ:આજે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવાની સલાહ છે. ખાસ કરીને શરદી, કફ, તાવની પીડા જેવી ઋતુગત સમસ્યાઓ થઈ શકે છે. બીજાની પળોજણોમાં પડવાનું ટાળીને પોતાના કામથી મતલબ રાખવો. જરૂર ખર્ચને ધ્યાનમાં રાખીને નાણાંની જોગવાઇ અગાઉથી કરવી. લલચામણી ઓફરોમાં સપડાવ નહીં તેનું ધ્‍યાન રાખવું. જમીન મકાન વગેરેના દસ્‍તાવેજોમાં સતર્ક રહેવું. માતાનું સ્‍વાસ્‍થ્‍ય સંભાળવાની આપને સલાહ આપવામાં આવે છે. કોઇના જામીન ના થવાની ખાસ સલાહ છે.
વૃષભ:આપના વેપાર અને આવકમાં વધારો થશે. આપ નવા સંપર્ક બનાવી શકશો. મિત્રો સાથે મોજમસ્તી કરવાનો સમય છે. પ્રવાસ થવાની પણ શક્યતા છે. સ્ત્રીઓથી લાભ થઇ શકે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મધુર બનશે. સહોદરો અને વડીલોથી લાભ થશે. શારીરિક-માનસિક તંદુરસ્તી સારી રહેશે.

મિથુન:આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડશે. ઘર ઓફિસ તેમજ સામાજિક ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ સર્જાતા પ્રસન્નતા અનુભવશો. માન સન્‍માનમાં વૃદ્ધિ થાય. ઉપરી અધિકારીઓના સહકારભર્યા વલણને કારણે આપની પ્રગતિનો માર્ગ મોકળો થશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ છવાશે, અને ઉત્તમ સાંસારિક સુખ મેળવી શકશો. સરકારી કાર્યોમાં આવતા અવરોધો દૂર થઇ જશે અને માર્ગ આસાન બનશે.

કર્ક:શરીર અને મનમાં આનંદની અનુભૂતિ થશે. આપની ભાગ્ય વૃદ્ધિ પણ થઇ શકે છે. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. ધર્મને લગતા કામકાજથી કે દર્શનાર્થે બહાર જવાનું થાય. પરિવારજનો સાથે આનંદની પળો માણી શકશો. વિદેશ જવાની ઇચ્છા ધરાવતા લોકો માટે અત્યારે થોભો અને રાહ જુઓની નીતિ ઉત્તમ રહેશે. અચાનક આર્થિક લાભ થઇ શકે. નોકરીમાં પણ લાભ થવાની શક્યતા છે.

સિંહ :આજે સૌથી મહત્ત્વની વાત આપના આરોગ્‍યની સંભાળ લેવાની છે. કારણ કે તબિયત પાછળ ધનખર્ચ સંભવિત છે. બહારનું ખાવાનું ટાળવું. આપના મનમાં આજે નિષેધાત્‍મક વિચારોને પ્રવેશવા દેવા નહીં તેમજ શક્ય હોય ત્યાં સુધી વિચારશૈલીમાં ઉદાર તેમજ સકારાત્મક રહેવું. ઇષ્‍ટદેવનું ધ્‍યાન, જપ તેમજ આધ્યાત્મિક વિચારો તમને સાચો માર્ગ દેખાડશે અને ચિંતા હળવી કરશે.

કન્યા:સામાજિક અને જાહેરક્ષેત્રે લાભ સાથે ખ્‍યાતિ મેળવશો. સ્‍ત્રી વર્ગથી વિશેષ લાભ થશે. દાંપત્‍યજીવનમાં પરમસુખની પળોનો અનુભવ થશે. નવા વસ્‍ત્રાલંકારની ખરીદી કરો તથા પહેરવાનો પ્રસંગ આવે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ થાય, મૈત્રી બંધાય. ભાગીદારી માટે અનુકૂળ સમય હોવાનું જણાઈ રહ્યું છે. પ્રવાસ- પર્યટનની શક્યતા રહે.

તુલા:આજે નોકરિયાત વર્ગ માટે ખૂબ લાભકારી દિવસ છે. નોકરિયાત વર્ગને તેમના કામમાં યશ અને સફળતા મળે. કુટુંબનું વાતાવરણ સુમળભર્યું રહે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળે. ઓફિસમાં સહકર્મારીઓનો સકાર મળે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્‍ય સારું રહે. મનની પ્રસન્નતા પણ જળવાશે.

વૃશ્ચિક:આજે આપને સાહિત્‍ય સર્જન કે કલાક્ષેત્રમાં વધારે અભિરૂચિ રહે. બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેવાનો પ્રસંગ ઉભો થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળે. નાણાંનું આયોજન કરવા માટે સારો દિવસ છે. આપની મહેનત પ્રગતિ તરફ લઇ જશે. સંતાનો વિશે શુભ સમાચાર મળે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ થાય.

ધન:આજે આપનો આંશિક માનસિક ઉદાસિનતા રહેશે માટે મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં પહેલાથી જ ધ્યાન આપવાની સલાહ છે. શરીર અને મનમાં તાજગી તથા સ્‍ફૂ‍ર્તિ ઓછી રહેશે. ઘરમાં વાતાવરણ થોડુ ડહોલાયેલું રહેવાથી સૌહાર્દ જાળવી રાખવા માટે વિશેષ પ્રયાસો કરવા પડશે. પરિવારજનો સાથે વાતચીતમાં સૌમ્ય રહેવું જેથી તમારી વાણીના કારણે બીજાને મનદુઃખ ના થાય. જાહેરમાં આપનું માનભંગ થાય તેવા કાર્યોથી દૂર રહેવું. ધનખર્ચના યોગ જણાઈ રહ્યા છે. જમીન- વાહન વગેરેના દસ્‍તાવેજો સાવચેતીપૂર્વક કરવા. માતાની તબિયતની કાળજી લેવી પડશે.

મકર:વર્તમાન દિવસ નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ છે. નોકરી- ધંધામાં અને રોજિંદા દરેક કાર્યમાં અનુકૂળ પરિસ્‍િથતિ બની રહે. તન મનમાં પ્રસન્નતા રહે. ભાઇભાંડુઓથી લાભ. તેમનો સાથ સહકાર મળી રહેશે. આર્થિક લાભ થવાના યોગ છે. લાગણીસભર સંબંધો બંધાય. પ્રિયજન સાથેની મુલાકાતથી મન આનંદિત બને. વિદ્યાર્થીઓ સરળતાથી અભ્‍યાસ કરી શકશે. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવી શકશે.

કુંભ:આજે આપને વધુ પડતા વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. આજે ધાર્મિક કાર્યોમાં ધનખર્ચ થાય. પરિવારનું વાતાવરણ કલુષ‍િત રહે. આપનામાં નિર્ણયશક્તિ ઓછી હોય તેવું લાગ્યા કરશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મહેનત કરવી. એકાગ્રતાનો અભાવ વર્તાશે. ઓછી કાર્ય સફળતા મનને નિરાશ કરે અને મનમાં અસંતોષ જન્‍માવે. સ્‍વજનોથી અંતર વધી શકે છે.

મીન:આજે આપને આનંદ અને ઉત્સાહ અનુભવાશે. નવા કામની શરૂઆત કરવાથી ફાયદો થઇ શકે. મિત્રો અને સ્નેહીજનો સાથે મળીને સ્વાદિષ્ટ ભોજન માણો તેવી શક્યતા છે. પ્રવાસની પણ સંભાવના છે. આવકનો સ્ત્રોત ચાલુ રહેશે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. નક્કી કરેલા કામમાં સફળતા મેળવી શકશો. લગ્નજીવનમાં આનંદ રહે. કુટુંબમાં સુખશાંતિ જળવાઇ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.