ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - today astrology

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ
author img

By

Published : May 26, 2021, 6:35 AM IST

મેષ: આજે આપ સાંસારિક બાબતોને એક બાજુ રાખીને આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમ જ મનન- ચિંતન આપના મનને હળવું કરશે. આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવા માટે સમય ઘણો સારો છે. આપે આપની વાણી પર સંયમ રાખવો પડશે. આપના વિરોધીઓ આપનું કશું જ નહી બગાડી શકે. નવા કામનો આરંભ કરવા સમય ઉચિત નથી.

વૃષભ: આજે આપ દાંપત્‍યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. પરિવાર સાથે કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે તો ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય પસાર કરો. વેપારીઓ અને વેપારની વૃદ્ધિ કરી શકશે. તેમજ તે અંગેની વાતચીત કરી શકશો. સામાજિક જીવનમાં આપના માટે અને યશકીર્તિ મળે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.

મિથુન: આજે આપનો દિવસ એકંદરે સારો રહેવાનું જણાઈ રહ્યું છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આજે આપના નાણાં ખર્ચ થાય. પરંતુ તે બિનજરૂરી ન હોય. આર્થિક લાભની શક્યતાઓ નકારી શકાય નહીં. આરોગ્‍ય નિરામય રહે અને કરેલાં કાર્યોમાં યશપ્રાપ્તિ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. અટવાયેલા કાર્યો પૂર્ણ થાય. સ્‍વભાવમાં ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે. તેથી વાતચીત દરમ્‍યાન ઉગ્રતા ટાળવી, નહીં તો કામ બગડી શકે છે. સહકર્મચારીઓનો સાથ સહકાર મળી શકશે. પ્રતિસ્‍પર્ઘીઓ પર વિજય મેળવી શકો.

કર્ક: આજે દરેક મોરચે થોડીક સાવધાની રાખવાની આપને પૂર્વ ચેતવણી આપવામાં આવે છે. આજે આપનું શારીરિક સ્‍વાસ્‍થ્‍ય અને મનનું આરોગ્‍ય કથળવાની શક્યતા હોવાથી સાચવજો. નવા કાર્યની શરૂઆત શક્ય હોય ત્યાં સુધી મુલતવી રાખવી. માનસિક અશાંતિ અને ઉદ્દેગના કારણે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં પણ મજા નહીં આવે. પેટની તકલીફથી સાચવવું પડશે જેમાં ખાસ કરીને અપચો-અજીર્ણ થઈ શકે છે. આકસ્મિક ધનખર્ચના સંજોગો બની શકે છે. પ્રિયપાત્ર સાથે સંબંધો સાચવવા વિશેષ પ્રયાસ કરવા પડશે. યાત્રા- પ્રવાસ ટાળવા.

સિંહ: આપનો આજનો દિવસ સંપૂર્ણપણે આપની તરફેણમાં નથી. ઘરમાં સંવાદિતા જાળવવા તમારે વિશેષ ધ્યાન આપવું પડશે. પરિવારજનો સાથે મનદુ:ખ ના થાય તે માટે દરેક વાતને ન્યાય આપવાનો પ્રયાસ કરવો. આપની તન- મનની તંદુરસ્‍તી સામાન્ય રહે. મનમાં વધુ પડતું ચિંતાનો બોજ ના રાખવાની સલાહ છે. માતાની તંદુરસ્‍તીનું વધુ ધ્યાન રાખવાની સલાહ છે. ઊંઘનું પ્રમાણ ઘટતા તેની અસર આપના વર્તનમાં પડી શકે છે. વધુ પડતી લાગણીશીલતા અનુભવાય. પાણીજન્ય સમસ્યાથી સાચવવું. નોકરિયાતોને કામકાજના કલાકો વધી શકે છે. જમીન મિલકત વગેરેના દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી.

કન્યા: આજે આપને કોઇપણ કાર્યમાં અવિચારી રીતે ન ઝંપલાવવાની સલાહ છે. સહોદરો સાથે સારી રીતે સમય પસાર થાય. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. લાગણીસભર સંબંધોથી આપ દ્રવીભૂત થાવ. મિત્રો- સ્‍વજનોથી મુલાકાત થાય. ભાઇ- બહેનોથી લાભ થાય. પ્રતિસ્પર્ધીઓ સામે આપ ટક્કર ઝીલી શકો. ગૂઢ અને રહસ્‍યમય તેમજ આધ્‍યાત્મિક બાબતોમાં સિદ્ધિ મળે.

તુલા: આજે આપનું માનસિક વલણ ઢચુપચુ રહે. તેના કારણે કોઇપણ નિશ્ચતિ નિર્ણય પર ન આવી શકો. નવા કાર્યની શરૂઆત કે મહત્ત્વના નિર્ણય લેવામાં બીજાની મદદ લેશો તો ફાયદામાં રહેશો. પરિવારજનો સાથે વાદવિવાદ ટાળવા માટે સૌની સાથે નમ્ર વલણ અને આદરભાવ રાખવો. જીભ પર સંયમ આપના માટે જરૂરી બની જશે. જિદ્દી વલણ છોડીને સમાધાનકારી વલણ અપનાવવાની આપને ખાસ સલાહ છે. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું.

વૃશ્ચિક: આપનો આજનો દિવસ શુભ છે. આપનું શારીરિક માનસિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે. કુટુંબ પરિવાર સાથે આનંદમય રીતે સમય પસાર કરશો. તંદુરસ્‍તી જળવાઇ રહેશે. મન પ્રફુલ્લિત રહેશે. સ્‍નેહીજનો સાથે મિલન મુલાકાત થાય. શુભ સમાચાર મળે અને આનંદદાયક પ્રવાસ સંભવિત બને. મિત્રો સ્‍વજનો દ્વારા ઉપહાર મળે. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું.

ધન: આજનો દિવસ આપના માટે થોડો મુશ્‍કેલીભર્યો સાબિત થાય. પરિવારના સભ્‍યો સાથે રકઝક ટાળવી અને દરેકને આદર આપવો. આજે બોલવા પર સંયમ રાખવો પડશે અન્યથા કોઇ સાથે ઝગડા- ટંટા થતા વાર નહીં લાગે. મનના આવેગ અને આવેશને અંકુશમાં રાખવા પડશે. અકસ્‍માતથી સંભાળવું. શારીરિક તંદુરસ્‍તી સંભાળવાની સલાહ છે. ધનખર્ચ થાય.

મકર: સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં અને અન્‍ય ક્ષેત્રોમાં આજનો દિવસ લાભદાયી રહેશે. મિત્રો, સગાં સંબંધીઓ સાથે મળવાનું અને બહાર જવાનું થાય. માંગલિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને. સ્‍ત્રી મિત્રો તથા પત્‍ની અને પુત્રથી લાભ થશે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓના લગ્‍નનો પ્રશ્ન નજીવા પ્રયત્‍નોથી ઉકલી જશે. પ્રવાસ પર્યટનનું આયોજન થશે.

કુંભ: આપના દરેક કાર્યો વિના અવરોધે પાર પડશે, જેથી આપ ખુશ રહેશો. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પરિસ્થિતિ સાનુકૂળ રહેશે અને કાર્યમાં સફળતા મળશે. વડીલો અને ઉપરી અધિકારીઓનો કૃપાદૃષ્ટિ રહેવાના કારણે આપ માનસિક રીતે કોઇપણ પ્રકારના બોજથી મુક્ત હશો. ગૃહસ્‍થજીવનમાં આનંદ રહેશે. ધનપ્રાપ્તિ અને બઢતીના યોગ છે.

મીન: નકારાત્‍મક વિચારો મન પર હાવિ ન થઇ જાય તેનો ખ્‍યાલ રાખવાની સલાહ છે. માનસિક અસ્‍વસ્‍થતાથી બચવા માટે આજે મેડિટેશન અને યોગનો સહારો લઈ શકો છો. આરોગ્‍ય અંગે ફરિયાદ હોય તો માત્ર તમારી જીવનશૈલી અને ભોજનની આદતોમાં નજીવા ફેરફાર કરીને સ્વસ્થ થઈ શકશો. નોકરીમાં ઉચ્‍ચ અધિકારીઓ મહત્વના કામકાજ પર ચર્ચા કરવાનું ટાળજો. સંતાનોની બાબતોમાં આપે વધુ ધ્યાન આપવું પડશે. પ્રતિસ્‍પર્ધીઓ તેમની ચાલમાં સફળ ના થાય તે માટે સતર્ક રહેવાની સલાહ છે. મહત્વના નિર્ણય આજે ન લેવાની સલાહ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.