મેષઃ આજે આપનું શરીર અને મન થોડો થાક અનુભવશે તેમ જણાઈ રહ્યું છે. મહેનત કરો એટલું ફળ મળે પરંતુ બહુ મોટો ફાયદો થવાની શક્યતા ઓછી છે. સંતાનોની બાબતોમાં આજે વધુ સમય આપવો પડશે. કામમાં સતત વ્યસ્તતાને કારણે પરિવારને ઓછો સમય આપી શકશો. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવો. પેટને લગતી તકલીફો થવાની શક્યતા હોવાથી ખાવા-પીવામાં સંયમ રાખવો. આપની જીદ કોઇનું નુકસાન ન કરે તેનું ધ્યાન રાખો.
વૃષભઃ આપ દરેક કામ દૃઢ મનોબળ અને આત્મ વિશ્વાસથી પાર પાડી શકશો અને સફળ બનશો. પિતા તરફથી લાભ થઇ શકે. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં સફળ થશે. સંતાનો પાછળ ખર્ચ કે રોકાણ થવાની શક્યતા છે. કલાકારો અને ખેલાડીઓ પોતાની કુશળતા સારી રીતે પ્રદર્શિત કરી શકશે. સરકાર તરફથી લાભ થઇ શકે છે.
મિથુનઃ આજનો દિવસ સારો હોવાથી આપ નવી યોજનાઓ શરૂ કરી શકશો. વ્યવસાયિકો સરકારી લાભ મેળવશે અને નોકરિયાતો ઉચ્ચ અધિકારીઓની કૃપા મેળવી શકશે. ભાઇઓ અને પડોશીઓ સાથેના સંબંધો સારા રહેશે. શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાશે. ટૂંકી મુસાફરી થવાની શક્યતા છે. હરીફો સામે જીતી શકશો. દિવસનું રોજિંદુ કામ આપને વ્યસ્ત રાખશે.
કર્કઃ આપના શરીર અને મનની સ્વસ્થતા જાળવવા માટે આજે શાંતિ અને ધીરજથી કામ લેવાની સલાહ છે. મનમાંથી નકારાત્મક વિચારોનું પ્રભૂત્વ દૂર કરશો તો ઘણા કાર્યો સરળતાથી પાર પાડી શકશો. કોઇની સાથે મતભેદ થાય એટલી હદે ચર્ચામાં ઉતરવું નહીં. પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ જળવાઈ રહે તે માટે તમારે ક્યારેય સમાધાનકારી નીતિ પણ અપનાવવી પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે.. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે.
સિંહઃ આત્મ વિશ્વાસ અને નિર્ણય શક્તિમાં વધારો થવાને કારણે આપ દરેક કામ ત્વરિત નિર્ણય લઇ પૂરા કરશો. સમાજમાં આપની ખ્યાતિમાં વધારો થશે. વડીલો આપને સહકાર આપશે. આપનું મન પ્રફુલ્લિત રહેશે. ગુસ્સાને કારણે આપનું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડશે તેમ જણાઈ રહ્યું છે. લગ્નજીવન સારું રહે અને સ્વાસ્થ્યમાં થોડો સુધારો થાય.
કન્યાઃ આપના શરીર અને મનમાં અજંપાભરી સ્થિતિ હોય તો આજે તમે શાંતિ અને ધીરજ જાળવીને તેમાં સુધારો લાવી શકો છો. જુની બીમારીથી પીડાતા જાતકોને સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે. પરિવારજનોને શક્ય હોય તો થોડો વધુ સમય આપવો અને તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. અચાનક મોટો ખર્ચ આવે તેવો અણસાર લાગે તો અગાઉથી આર્થિક વ્યવસ્થા કરવી જેથી તમારું કામ અટકે નહીં. નોકરી કરતા લોકોને સહકર્મીઓ તરફથી મધ્યમ સહકાર મળે. આજે કોર્ટ કચેરીનું કામ ન કરો તો વધારે સારું.
તુલાઃ આપ આજે અલગ-અલગ ક્ષેત્રમાંથી લાભ મેળવી શકશો અને તેના કારણે આપને શારીરિક માનસિક રીતે પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આજે આપ દિવસ દરમિયાન મિત્રો સાથે મળી કોઇ સુંદર સ્થળે ફરવાનું આયોજન કરી શકશો. આપનું દાંપત્યજીવન સારું રહેશે. સ્ત્રી મિત્રોનો સાથ માણી શકશો. આર્થિક વૃદ્ધિ થવાના યોગ છે. અપરીણિત લોકોના લગ્ન થવાની સંભાવના છે.
વૃશ્ચિકઃ આજે આપના દરેક કાર્ય સરળતાથી પૂરા થશે. આપનું લગ્નજીવન આનંદમય રહેશે. આપ સમાજમાં સન્માનનીય બનશો. નોકરી તેમ જ વ્યવસાયમાં પદોન્નતિના યોગ છે. આપને વડીલો તેમ જ ઉચ્ચ અધિકારીઓ તરફથી લાભ થઇ શકે. વેપારીઓ ઉધાર આપેલા નાણાં પાછા મેળવી શકશે. સંતાનો સારી પ્રગતિ સાધી શકશે અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો અને સગા-સંબંધીઓથી ફાયદો થઇ શકશે.
ધનઃ આજે આપને શરીરમાં થાક અને કંટાળો વર્તાઇ શકે છે. આવી સ્થિતિમાં કામનું અતિ ભારણ લેવાના બદલે કામના પ્રમાણમાં આરામ પર ધ્યાન આપજો. આ ઉપરાંત શક્ય હોય તો મન હળવું રાખવા માટે કોઈ મનોરંજન અથવા મોજશોખની પ્રવૃત્તિમાં પણ ધ્યાન આપી શકો છો. યાત્રા-પ્રવાસમાં અતિ ઉતાવળ ના કરવાની સલાહ છે. સંતાનોના કાર્યોમાં વધુ વ્યસ્ત ધ્યાન આપવાની સલાહ છે. ઓફિસમાં આપ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં અતિ હઠાગ્રહી થવાનું ટાળજો. પ્રતિસ્પર્ધીઓ સાથે વધારે વિવાદ ટાળવો. વધુ સાહસ ટાળવુ જોઇએ.
મકરઃ આજે ખાનપાનમાં ધ્યાન નહીં આપો તો સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા નકારી શકાય નહીં. ઉપચાર, પ્રવાસ અને વ્યવહારિક પ્રસંગોમાં નાણાં ખર્ચ થાય તેવી સંભાવના છે. મુશ્કેલીઓમાંથી બહાર આવવું હોય તો નકારાત્મક વિચારો તેમ જ ઉગ્ર વિચારો પર અંકુશ રાખજો. ભાગીદારીના કામકાજમાં હોવ તો કોઈપણ નિર્ણય લેવામાં બંનેએ સાથે બેસીને શાંતિથી ચર્ચા કર્યા પછી આગળ વધવું. ઓફિસનું વાતાવરણ આપને અનુકૂળ રાખવા માટે તમારે દરેકને સહકાર આપવો પડશે અને બીજાની સ્થિતિ સમજવી પણ પડશે. આપે નવા સંબંધો બાંધતી વખતે સાવચેતી રાખવી પડશે.
કુંભઃ આજે આપનામાં દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ છલકાતો દેખાશે. પ્રણય અને રોમાન્સ આપના દિવસને રંગીન અને મોજીલો બનાવશે. વિજાતીય વ્યક્તિઓ સાથે ઓળખાણ થાય કે મિત્રતા બંધાય. નાની મુસાફરી કે આનંદદાયક પર્યટન થાય. ભાવતા ભોજન અને નવા વસ્ત્રોથી આનંદ મળશે. પરિણિત દંપતીઓને ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. જાહેરમાં આપના માન સન્માનમાં વૃદ્ધિ થાય. વાહન સુખ પ્રાપ્ત થાય. ભાગીદારીમાં લાભ થાય.
મીનઃ આપનો આજનો દિવસ આપના માટે શુભ ફળદાયી છે. આજે આપ દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવતા હશો. આરોગ્ય જળવાશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. રોજિંદા કાર્યો સારી રીતે કરી શકો. હરીફો સામે વિજય મળે. સ્વભાવમાં ઉગ્રતા રહે. તેથી સંભાળીને બોલવું અને વર્તવું. મોસાળ પક્ષમાંથી કોઇ સમાચાર મળે. સહકાર્યકરો અને હાથ નીચેના માણસોનો સાથ મળે.