ETV Bharat / bharat

ASSAM FLOOD : આસામના પૂરથી 16 જિલ્લાઓમાં 4 લાખથી વધુ લોકો પ્રભાવિત

આસામના 16 જિલ્લાઓમાં લગભગ 4.89 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. બજાલી જિલ્લામાં લગભગ 2.67 લાખ લોકો પ્રભાવિત થયા છે. જિલ્લા પ્રશાસને પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 140 રાહત શિબિરો અને 75 રાહત વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે. ASDMA ફ્લડ રિપોર્ટમાં અનુસાર 4,27,474 પાલતુ પશુઓ પણ પૂરથી પ્રભાવિત થયા છે.

ASSAM FLOOD : આસામના પૂરથી 16 જિલ્લાઓમાં 4 લાખથી વધુ લોકો પ્રભાવિત
ASSAM FLOOD : આસામના પૂરથી 16 જિલ્લાઓમાં 4 લાખથી વધુ લોકો પ્રભાવિત
author img

By

Published : Jun 24, 2023, 5:58 PM IST

ગુવાહાટી : આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. 16 જિલ્લાઓમાં લગભગ 4.89 લાખ લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા 24 કલાકમાં નલબારી જિલ્લામાં એક વ્યક્તિ પૂરના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુઆંક બે પર પહોંચી ગયો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના પૂર અહેવાલ મુજબ, એકલા બજાલી જિલ્લામાં લગભગ 2.67 લાખ લોકો પ્રભાવિત થયા છે. ઉપરાંત નલબારીમાં 80 હજાર, બરપેટામાં 73 હજાર, લખીમપુરમાં 22 હજાર, દારંગમાં 14 હજાર, તામૂલપુરમાં 14 હજાર, બક્સામાં 7 હજાર અને ગોલપારા જિલ્લામાં 4,750 લોકો પ્રભાવિત થયા છે. કુલ 10,782.80 હેક્ટર પાકની જમીન પૂરના પાણીમાં ડૂબી ગઈ છે.

બ્રહ્મપુત્રાનું જળસ્તર : આ પૂરમાં બાજલી, બક્સા, ગોલપારા, ગોલાઘાટ, કામરૂપ, બોંગાઈગાંવ, ચિરાંગ, દરરંગ, ધેમાજી, ધુબરી, કોકરાઝાર, લખીમપુર, નાગાંવ, નલબારી, તામુલપુર, બરપેટા, બિશ્વરભનાથ અને દીવાગરુભનાથ જિલ્લાના 54 મહેસૂલ વિભાગો હેઠળના 1,538 ગામોને અસર થઈ હતી. મુશળધાર વરસાદને પગલે બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર જોરહાટ જિલ્લાના નેમાટીઘાટ અને ધુબરી ખાતે ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. NH રોડ ક્રોસિંગ પર માનસ નદી, NT રોડ ક્રોસિંગ પર પાગલાડિયા નદી, NH રોડ ક્રોસિંગ પર પુથિમરી નદી પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

રાહત કાર્ય શરુ : જિલ્લા પ્રશાસને પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 140 રાહત શિબિરો અને 75 રાહત વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે. આ રાહત શિબિરોમાં 35142 લોકોએ આશ્રય લીધો છે. બીજી તરફ ઘણા લોકોએ રસ્તાઓ, ઉચ્ચ વિસ્તારો અને પાળા પર આશ્રય લીધો છે. ASDMA ફ્લડ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 4,27,474 પાળેલા પ્રાણીઓ પણ પૂરથી પ્રભાવિત થયા છે.

368.30 હેક્ટર પાક નષ્ટ : છેલ્લા 24 કલાકમાં પૂરના પાણીએ 1 પાળો તુટ્યો છે જ્યારે અન્ય 14 પાળા પ્રભાવિત થયા છે. આ સાથે 213 રસ્તાઓ, 14 પુલ તથા ઘણા કૃષિ ડેમ, શાળાની ઈમારતો, સિંચાઈ નહેરો અને પુલને પૂરથી નુકસાન થયું છે. બાજલી જિલ્લામાં પૂરની સ્થિતિ હજુ પણ વિકટ છે કારણ કે, 191 ગામોના 2,67,253 લોકો પ્રભાવિત થયા છે. ASDMA મુજબ જિલ્લાના બજલી મહેસૂલ વર્તુળમાં 1,76,678 લોકો અને સરુપેટા મહેસૂલ વર્તુળમાં 90 હજાર લોકોને અસર થઈ છે. જિલ્લાનો 368.30 હેક્ટર પાક પણ પૂરના પાણીમાં ડૂબી ગયો હતો.

બંધ તૂત્યો : પહુમરા નદીના પૂરના પાણીને કારણે બંધનો મોટો ભાગ તૂટી જવાથી દોલોઈ ગામ શાંતિપુર ગામ વિસ્તારના 200 જેટલા પરિવારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ગ્રામજનો હવે તાત્કાલિક તંબુ બનાવીને પાળા, રસ્તા પર આશ્રય લઈ રહ્યા છે.

ગામના 8-10 ઘર પૂરના પાણીમાં વહી ગયા છે. વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ પૂરના પાણીએ બંધ તોડી નાખ્યો હતો. તે સમયે તમામ ગ્રામજનો સૂતા હતા. ગ્રામજનો તેમનો સામાન પણ બહાર કાઢી શક્યા ન હતા. લોકો માત્ર સલામત સ્થળે જતા રહ્યા હતા. ગ્રામજનો હવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદ પણ ચાલુ હોવાથી અનેક સમસ્યાઓ ઉભી થઈ રહી છે. લોકો ખાદ્યપદાર્થોની કટોકટીનો સામનો કરી રહ્યા છે.-- કમલ બર્મ (પૂર પ્રભાવિત ગ્રામીણ)

અનેક સમસ્યા : એક ગ્રામીણ અબ્નીતા દાસે જણાવ્યું કે, પૂરના પાણી તેમના ઘરોમાં ઘૂસી ગયા છે. પાણીનું સ્તર ઊંચું હોવાને કારણે અમે અમારી ઘરવખરીનો સામાન બહાર કાઢી શક્યા નથી. પૂરના પાણીમાં અમારા ઘરનો તમામ સામાન તણાઈ ગયો છે. અમારી પાસે ખાવા માટે કંઈ નથી. અબનીતા દાસે કહ્યું કે, અમારી પાસે કામચલાઉ ટેન્ટ બનાવવા માટે તાડપત્રી કે ભોજન રાંધવા માટે સામગ્રી નથી. હવે રસ્તા પર 4-5 ફૂટ પાણી છે અને અમે બીજી જગ્યાએ જઈ શકતા નથી. આપણે પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. NDRF, SDRF, ફાયરબ્રિગેડ-કટોકટી સેવાઓ અને નાગરિક સંરક્ષણ કર્મચારીઓ વિવિધ પૂર પ્રભાવિત જિલ્લાઓમાં બચાવ કામગીરીમાં રોકાયેલા છે.

  1. Floods In Assam : આસામમાં ફાટ્યું આભ, ચારેકોર તબાહી, 87 લોકોના મોત
  2. આસામમાં પુરના કહેરથી 40 લાખ લોકો પ્રભાવિત , 132ના મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.