બેઇજિંગ: ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે આ વર્ષે સપ્ટેમ્બરમાં હેંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સ શુક્રવારે મોકૂફ રાખવામાં આવી (Asian Games postponed) હતી. સત્તાવાર ન્યૂઝ ચેનલ CGTN ટીવી અનુસાર, એશિયન ઓલિમ્પિક કાઉન્સિલ (OCA) એ 19મી એશિયન ગેમ્સને સ્થગિત કરી દીધી છે, જેને ઓલિમ્પિક પછી બીજી સૌથી મોટી રમતગમતની ઘટના માનવામાં (Olympic Council of Asia on 19th edition of Asian Games ) આવે છે.
આ પણ વાંચો: WHOએ જાહેર કરેલા રિપોર્ટને લઈને રાહુલે કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યું...
19મી એશિયન ગેમ્સ સ્થગિત: અગાઉના સમયપત્રક મુજબ, આ ગેમ્સ 10થી 25 સપ્ટેમ્બર દરમિયાન શાંઘાઈથી લગભગ 175 કિમી દક્ષિણ પશ્ચિમમાં આવેલા ઝેજિયાંગ પ્રાંતની રાજધાની હાંગઝોઉમાં યોજાવાની હતી. "એશિયન ઓલિમ્પિક કાઉન્સિલે જાહેરાત કરી છે કે, 10થી 25 સપ્ટેમ્બર, 2022 દરમિયાન ચીનના હાંગઝોઉમાં યોજાનારી 19મી એશિયન ગેમ્સ સ્થગિત કરવામાં આવશે," ગેમ્સની સત્તાવાર વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવાયું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : ટ્રક-રિક્ષા સામ સામે અથડાઇ, આટલા લોકો મોતને ભેટ્યા
ચીન હાલમાં કોરોના સામે લડી રહ્યું છે: આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે, કારણ કે ચીન હાલમાં કોરોના સામે લડી રહ્યું છે. શાંઘાઈમાં દરરોજ રેકોર્ડ સંખ્યામાં કેસ આવી (record number of daily cases in Shanghai) રહ્યા છે, જે યજમાન શહેર હેંગઝોઉથી દૂર નથી.