દુબઈઃ એશિયા કપ 2022માં(Asia Cup 2022) સુપર 4માં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમાઈ હતી( India Vs pakistan match) જેમાં પાકિસ્તાને ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું(pakistan Won The match). પાકિસ્તાન માટે મોહમ્મદ રિઝવાને એશિયા કપમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી. પાકિસ્તાને ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે જ પાકિસ્તાને ગ્રુપ રાઉન્ડમાં હારનો બદલો પણ લીધો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
પાકે ભારતને કરારી હાર આપી પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાને આ મેચ ભારતના હાથ માંથી છિનવી લિધી હતી. છેલ્લી બે ઓવરમાં પાકિસ્તાનની બાઝી પલટાઇ હતી.
ભારતની ટીમ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકિપર), દીપક હુડા, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનની ટીમ બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ કિપર), ફખર જમાન, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, શાદાબ ખાન, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ અને મોહમ્મદ હસનૈનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.